ફ્લાઈંગ કિસ કરતો યુવરાજ સિંહ અને મેદાનમાં ઉપસ્થિત અભિનેત્રી નેહા ધૂપિયા.
આઈપીએલ-8નો સૌથી મોંઘો ખેલાડી યુવરાજ સિંહે આખરે ફોર્મમાં પરત ફર્યો છે. મુંબઈ સામે અડધી સદી પહેલા એક સિક્સર માર્યા પછી તેણે સ્ટેડિયમ તરફ ફ્લાઈંગ કિસ આપી હતી. મેચ દરમિયાન સ્ટેડિયમમાં બોલીવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા પણ હાજર હતી. તો શું યુવરાજની આ ફ્લાઇંગ કિસ નેહા માટે હતી. ઉલ્લેખનિય છે કે યુવરાજ અને નેહા ધૂપિયાનું નામ ઘણા સમયથી જોડવામાં આવે છે. આ પહેલા બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
ઘણી વખત જોવા મળ્યા છે સાથે
ગત વર્ષે ફેબ્રુઆરીમાં સોફી ચૌધરીની બર્થ ડે પાર્ટીમાં યુવરાજ સિહ અને નેહા ધૂપિયા સાથે પહોંચ્યા હતા. બન્ને એક જ કારમાં જોવા મળ્યા હતા. આ પછી લેકમે ફેશન વીકમાં આ બન્ને સાથે દેખાયા હતા. છેલ્લા ઘણા સમયથી બન્નેની રિલેશનશિપ ચર્ચામાં છે. જોકે યુવરાજ નામ ઘણી અભિનેત્રી સાથે જોડાયું છે. આ પહેલા કિમ શર્મા સાથે ઘણો સમય રિલેશનશિપમાં રહ્યો હતો. કિમ સાથે બ્રેકઅપ પછી યુવીનું નામ દિપીકા પાદુકોણ, પ્રિતી ઝિન્ટા સાથે પણ જોડાયું છે.
સ્ટેડિયમમાં કરી મસ્તી
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બોલીવુડ અભીનેત્રી નેહા ધૂપિયા છવાઈ હતી. તેણે ફક્ત મેચની મજા જ માણી ન હતી, ગ્રાઉન્ડ ઉપર પહોંચીને એન્કર ગૌરવ કપૂર સાથે મસ્તી પણ કરી હતી. આ ફોટો તેણે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે.
મિત્રો સાથે અભિનેત્રી નેહા ધૂપિયા.
દિલ્હીની ટીમને સપોર્ટ કરતી અભિનેત્રી નેહા ધૂપિયા.
એન્કર ગૌરવ કપૂર સાથે અભિનેત્રી નેહા ધૂપિયા.
નેહા ધૂપિયા.
સ્ટેડિયમનો માહોલ પણ અભિનેત્રી નેહા ધૂપિયાએ ટ્વીટ કર્યો હતો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર