જયારે પણ ભારતમાં ફરવાની વાત આવે એટલે આપણા માઈન્ડમાં સૌપ્રથમ તાજમહેલ જ આવતો હોય છે. પણ આ સિવાય ભારતમાં એવા ઘણા બધા સ્થળો છે જેની સુંદરતા જોયને તમે સ્તબ્ધ થઇ જશો.
દુનિયામાં સૌથી સુંદર દેશ ભારત છે. આ જગ્યાઓ ને જોઇને તમે કહેશો કે કાશ! અમને અહી આવવાનો મોકો મળે તો કેવી મજા આવે? ભારતમાં એક બાજુ વિશાળ હિમાલય છે તો ત્રણ બાજુ સમુદ્ર, કઈક રણ છે તો કઈક જંગલો. આજે અમે તમને ભારતની ટોપ પ્લેસીસ વિષે જણાવવાના છીએ.
સોલાંગ, હિમાચલ પ્રદેશ
હિમાચલની તળેટી પર બનેલ સોલાંગ આખા વાર દરમિયાન સાહસિક રમતો ઉપલબ્ધ કરાવે છે, જેમ કે સ્કાઇંગ, પેરાગ્લાઇડીંગ અને હોર્સ રાઇડિંગ. આ બધાની સાથે અહી પ્રાકૃતિક નઝારા અને ગ્લેસિયર્સ (હિમનદીઓ) પણ જોવા મળે છે. અહીનું વાતવરણ ખુબ જ રમણીય બની રહે છે. આ પ્રાકૃતિક જગ્યાએ ઘણીવાર ફિલ્મી સ્ટાર્સ પણ આવે છે.
આ જગ્યા રોમાંચક પ્રેમીઓ માટે સ્વર્ગ કરતા ઓછુ નથી. અહી દેશ-વિદેશીથી પણ પર્યટકો આવે છે. ઉનાળામાં સોલાંગ એકદમ બદલાયેલું રહે છે શિયાળામાં અહી હરિયાળી ફેલાયેલ રહે છે.
અમરકંટક
ભારતના પર્યટન સ્થળોમાં અમરકંટક સૌથી વધારે પ્રસિદ્ધ છે. પ્રકૃતિ પ્રેમી અને ધાર્મિક પ્રવૃત્તિ વાળા લોકોને આ જગ્યા ખુબજ પસંદ આવે છે. અમરકંટકને ઘણી પરંપરા અને કીવંદતિયો સાથે સીધો સંબંધ રહ્યો છે. કહેવામાં આવે છે કે અહી ભગવાન શિવની પુત્રી નર્મદા જીવનદાઈની નદીના રૂપમાં વહે છે. અમરકંટકમાં ‘દૂધધારા’ નામનું ઝરણું ખુબજ ફેમસ છે. ઉંચાઈથી પડતા આ ઝરણાનું જળ દૂધ સમાન દેખાય છે. એથી જ એને દૂધધારા’ કહેવામાં આવે છે.
અહી આશ્ચર્યની વાત એ છે અહી તમને વાંદરાઓ પણ ઘ્યાન કરતા જોવા મળે છે. ભારતની 7 પ્રમુખ નદીમાં અમરકંટક પણ વિશેષ છે. અહી એક પ્રાચીન કમંડળ છે, જે હમેશાથી પાણીથી ભરાયેલ રહે છે.
ડલ લેક, કાશ્મીર
ડલ લેક પહાડોમાં રહેલ વિશાળ લેક છે. આને ભારતમાં સૌથી વધારે રોમેન્ટિક હોલીડે ડેસ્ટીનેશન માનવામાં આવે છે. અહી બોલીવુડ ફિલ્મોનું શુટિંગ પણ કરવામાં આવે છે. ડલ લેકની ત્રણેય બાજુ વિશાળકાય અને પ્રસિદ્ધ ગાર્ડનો આવેલા છે.
ડલ લેકને શ્રીનગરમાં ‘શ્રીનગર નું ઘરેણું’ અને કાશ્મીર નું ‘મુકુટ’ માનવામાં આવે છે. આ લેક 26 ચોરસ કિમીના મોટા ક્ષેત્રમાં ફેલાયેલ છે.
ગંગટોક, સિક્કિમ
ગંગટોક, સિક્કિમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. શિવાલિક ટેકરીઓની ઉપર 1437 મીટરની ઉંચાઈ પર સ્થિત ગંગટોક, સિક્કિમ જનાર પર્યટકોની વચ્ચે પ્રમુખ આકર્ષણ છે. તમે જયારે અહી જાવ ત્યારે મોમોઝ ખાવાનું ન ભૂલતા કારણકે આ અહીનું લોકપ્રિય વ્યંજન છે. આ જગ્યામાં ફરવા માટે બારેમાસ વાતાવરણ સારું રહે છે. તમે અહી પર્વતારોહણ અને રિવર રાફટીંગની પણ મજા માણી શકો છો.
અંદમાન નિકોબાર
જો તમે વોટર લવર્સ હોવ તો આ જગ્યા તમારા માટે સૌથી બેસ્ટ છે. વ્હાઇટ રેતી વાળા આ સુંદર કિનારો, જ્યાં પાણીને કિનારે ઉંચા-ઉંચા નારિયેળના વૃક્ષો ખુબજ અટ્રેકટીવ લાગે છે. પ્રવાસીઓની વિશેષ આકર્ષકનું કેન્દ્ર માનવામાં આવે છે. તમે આ પ્લેસ પર સૂર્યસ્નાન, વોટર સપોર્ટ અને સી-ફૂડની મજા માણી શકો છો. આંદામાન નિકોબાર તેના પ્રાકૃતિક સોંદર્ય અને વનસ્પતિઓ માટે ખાસ કરીને ઓળખાય છે.