સામાન્ય રીતે આપણે બધા ઘરમાં અને મંદિરમાં પૂજા કરતા જ હોઈએ છીએ. પણ આપણે સામાન્ય ભૂલો ભૂલી જતા હોઈએ છીએ. તો ચાલો આજે અમે તમને એ જણાવીએ કે તમે પૂજા કરતા પહેલા શું ભૂલી જાઓ છો…
ઘરમાં પૂજા કરવા માટે ગણેશ, વિષ્ણુ, શિવ, દુર્ગા અને સૂર્ય આ પાંચ દેવી દેવતાઓની પૂજા થવી જ જોઈએ અને કોઇપણ પૂજા કરવામાં સૌથી વધારે ભગવાન પ્રત્યેની શ્રધ્ધાની જરૂર હોય છે. તુલસીના પાન વિના પૂજા કરીએ તો તેનું ફળ આપણને પ્રાપ્ત થતું નથી.
ઘરમાં બે દુર્ગાની મૂર્તિ, બે ગોમતી ચક્ર, ત્રણ ગણેશની મૂર્તિ, બે શિવલિંગ, બે શાલીગ્રામ અને બે શંખ વગેરે હોવાથી પૂજામાં શાંતિ મળે છે. વિષ્ણુની ચાર, દુર્ગાની એક, ગણેશની ત્રણ અને શિવની અડધી જ પરિક્રમા કરવી. જો ભણેલા ન હોવ અથવા તમને મંત્ર વાંચતા ન આવડતું હોય તો તમે ચંદન, ફળ, ફૂલ અને જળ વડે પણ પૂજા કરી શકો છો. આપણે ઘરમાં દરરોજ પાંચ દેવની પૂજા કરવી જોઈએ. ફૂલથી ભગવાનની પૂજા કરતી વખતે ફૂલનું મોઠું ઉપરની તરફ જ રાખવું.