શું તમે ત્વચાની ખંજવાળથી પરેશાન છો? તો ચોક્કસ આનાથી કરો ઈલાજ

a4

ત્વચામાં ખંજવાળ અને બળતરા થવી એ સામાન્ય વાત છે. આના ઘણા બધા કારણો હોઈ શકે છે. ક્યારેક મચ્છર કરવાને કારણે, ક્યારેક ખાદ્ય પદાર્થ કે દવાની આડઅસર ને કારણે, ક્યારેક ગંદા કપડા પહેરવાથી તો બરાબર ન ન્હાવવાથી વગેરે અલગ અલગ કારણો હોઈ શકે છે. અહી આના સહેલા ઈલાજો દર્શાવ્યા છે.

*  લીંબુના ટુકડા કરો. હવે પ્રભાવિત સ્થાન પર લીંબુને ઘસો. લીંબુમાં રહેલ સીટ્રેક એસીડ ના કારણે આમાં ખંજવાળ માં રાહત આપવાની ક્ષમતા રહે છે.

*  જો મચ્છરો ના કારણે ખંજવાળ આવે તો તે જગ્યાએ રૂમાલમાં બરફનો ટુકડો નાખી ઘસવાથી સોજો નહિ આવે અને ખંજવાળ પણ બંધ થઇ જશે.

*  બહુ એસી ના કારણે ત્વચા ડ્રાય થઇ જાય છે. આના કારણે પણ ત્વચામાં ખંજવાળ થાય છે. આના માટે ત્વચા પર મોઈસ્ચરાઈઝર લગાવતા રહેવું જેથી ત્વચાને પોષણ મળે.

*  જે જગ્યાએ ખંજવાળ આવે ત્યાં કોપરાના તેલથી માલીશ કરવી. આ તેલ ચમત્કારી પ્રભાવ કરે છે.

*  ક્યારેક ક્યારેક ત્વચાને સુગંધિત પદાર્થો જેમકે ક્રીમ, લોશન, શેમ્પુ, બુટ કે કપડા માંથી મળી આવતા રસાયણો ની એલર્જી થાય છે. તેથી આનો બરાબર રીતે ઉપયોગ કરવો.

*  થોડા કપૂર ના ભૂક્કામાં નારિયેળ ના તેલ ની મોટી બે ચમચી લઇ મેળવીને ખંજવાળ પર લગાવવું. આ તેલને થોડું ગરમ કરી બાદમાં કપૂર તેમાં નાખવું.

*  જો ઘઉંના લોટમાં થોડું પાણી મેળવીને ખંજવાળ થતી હોય તે પ્રભાવી એરિયા માં લગાવવામાં આવે તો વિવિધ ચર્મરોગ અને ફોલ્લીઓ માં રાહત મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,986 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 3 =