ભારત વિવિધતાઓ નો છે. અહી પહાડો, નદીઓ, ઝરણાઓ અને ખુબજ સુંદર જંગલો કોઈના પણ મન મોહી લેવા કાફી છે. અહી જેટલી સુંદર જગ્યાઓ છે તેટલી જ ખતરનાક જગ્યાઓ પણ છે. તમે દુનિયામાં ઘણી બધી વિચિત્ર ઈમારતો જોઈ હશે. આ કિલ્લો પણ તેમાંથી જ એક છે.
આ કિલ્લાનું નામ ‘કલાવંતી ફોર્ટ’ (પ્રલભગઢ કિલ્લો) છે, જે મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલ ની નજીક છે. આ ખતરનાક કિલ્લો ૨૩૦૦ ફૂંટની ઊંચાઈએ સ્થિત છે. આટલી ઊંચાઈએ આવેલ હોવાથી જ આને ભારતનો સૌથી ડેંજરસ ફોર્ટ માનવામાં આવે છે.
આ ફોર્ટ માં ચઢવું એ બધાની વાત નથી આમાં કેબલ ખુરશી કે અન્ય કોઇપણ સુવિધાઓ ઉપલબ્ધ નથી. આને ચઢવામાં ખુબ કઠણ રસ્તાઓનો સામનો કરવો પડે છે. બહુ ઓછા ટુરીસ્ટ અહી આવે છે. સાથે જ આમાં વીજળી, પાણી કે અન્ય વસ્તુઓની પણ સુવિધા નથી.
અહીના દાદરને ચટ્ટાનોમાં કોતરીને બનાવવામાં આવ્યા છે. આને ચઢતી વખતે જો જરાપણ તમારો પગ લપસ્યો તો તમે આની ૨૩૦૦ ફૂંટની ઊંચાઈએથી સીધા નીચે ખાડામાં પડી શકો છો. આની ટોચ પર તમે પહોચી જશો ત્યારે તમને ચંદેરી, માથેરાન, કર્નલ, ઈર્શલ અને અન્ય પર્યટન સ્થળો જોઈ શકશો.
આમાં જતા લોકો સૂર્યાસ્ત પહેલા જ નીચે ઉતરી જાય છે. કારણકે કોઈ સુવિધા ન હોવાથી ઉતારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમાં ચઢાઈ માટે ઓક્ટોબર થી મે સારો સમય છે. કહેવામાં આવે છે કે છત્રપતિ શિવાજી એ પોતાની રાણી ‘કલાવંતી’ ના નામે આનું નામ પાડ્યું છે.