શું તમે જાણો છો ઘરમાં શંખ રાખવાના આ ચમત્કારી ફાયદાઓ વિષે….

Allahabad-conch_1741781i

હિંદુ ધર્મમાં માં શંખને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. મોટાભાગે શંખ બધાના ઘરમાં હોય જ છે. જોકે, ઘાર્મિક માન્યતાની સાથે સાથે વિજ્ઞાની દ્રષ્ટિએ પણ શંખને રાખવાના વિવિધ ફાયદાઓ છે. શંખને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં ધારણ કરે છે. સનાતન ધર્મની જો વાત કરવામાં આવે તો ફક્ત સ્પિરિચ્યુઅલી (આધ્યાત્મિક) જ નહિ પણ બીજી અન્ય રીતે પણ ફાયદાકારક છે. પૂજા અને હવનમાં શંખ વગાડવાનું ચલન પ્રાચીનકાળથી ચાલ્યું આવે છે. આના ઉપયોગથી ઘણા પ્રકારના લાભો થાય છે. તો ચાલો જાણીએ આના ફાયદો વિષે….

* વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં શંખ રાખવાથી તેનો સીધો પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર અને ઘરની સુખ શાંતિ પર પડે છે.

* શંખના જળથી લક્ષ્મી અને વિષ્ણુનો અભિષેક કરવાથી ભગવાન પ્રસન્ન રહે છે અને તેમની અમીદ્રષ્ટિ હંમેશાં આપણા પર બની રહે છે.

* પૂજા પાઠમાં શંખ વગાડવાથી શરીર અને આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય અને સતોગુણ ની વૃદ્ધિ થાય છે. એવી માન્યતા છે કે શંખ વગાડતી વખતે તેનો આવાજ જ્યાં સુધી પહોચે, તેને સાંભળતા લોકોના મનમાં સકારાત્મક વિચાર ઉદભવે છે.

P5230164

* શંખમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ થાય છે તેથી તેને પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

* એવી માન્યતા છે કે જે ઘરમાં શંખ હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. ઘાર્મિક ગ્રંથોમાં શંખને લક્ષ્મીનો ભાઈ માનવામાં આવ્યો છે કારણકે લક્ષ્મીની જેમ શંખ પણ સાગર માંથી જ ઉત્પન્ન થયો છે. શંખની ગણતરી સમુદ્ર મંથન માંથી નીકળેલા “ચૌદ રત્નો” માં કરવામાં આવે છે.

* માનવમાં આવે છે કે શંખ કે શંખની પૂજા કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દુષ્ટ આત્માનો સાયો આપનાથી દુર થાય છે.

* શ્વાસોશ્વાસના રોગીઓ માટે શંખ ને વગાડવો એ ફાયદેકારક છે કારણકે શંખ વગાડવાથી અસ્થમા, લીવર અને ઇન્ફ્યુએન્ઝા જેવા રોગોને દુર કરી શકાય છે.

* શંખમાં જળ નાખીને તેને ઘરમાં છાટવાથી વાતારણ પવિત્ર બને છે અને સકારાત્મક ઉર્જા ફેલાય છે.

06ayodhya1

* વૈજ્ઞાનિકો અનુસાર શંખના અવાજથી વાતવરણમાં રહેલ ઘણા બધા પ્રકારના જીવજંતુઓ નાશ પામે છે અને તે આપણને બીમારીઓ, કમળો, પથરી જેવા રોગોથી કોસો દુર રાખે છે. જોકે, આવા સમયે નિષ્ણાત ફિઝિશિયન પાસે જવું જરૂરી છે.

* શંકમાં રહેલ પાણીનું સેવન કરવાથી આપણા બોન્સ મજબૂત બને છે. આ દાંતો માટે લાભદાયી છે. શંખમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને સલ્ફરના ગુણધર્મો રહેલા હોય છે જેથી આ ફાયદાકારક છે.

Comments

comments


17,776 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 2