જનરલી આપણે ઇયરફોન અને હેડફોન વાપરતા જ હોઈએ છીએ. આનો ઉપયોગ કરતા સમયે તમે એ વિચાર્યું છે કે કેમ આમાં R (Right) અને L (Left) લખેલ હોય છે? ઠીક છે, જયારે આમાં R અને L લખ્યું હોય છે ત્યારે આપણે તેના આઘારે જ કાનમાં જોડીએ છીએ.
ખરેખર, બંને ઇયરફોન માં સાઉન્ડ અલગ અલગ આવે છે એક નહિ. કોઈ કારણ વગર જ આમાં રાઈટ કે લેફ્ટ નથી લખવામાં આવતું. આની પાછળ એક લોજીક પણ છે. આની પાછળ Sound Engineering થી લઇ રેકોર્ડીંગ ના કારણો જોડાયેલ હોય છે. જો સ્ટીરીયો રેકોર્ડીંગ ના સમયે કોઈ સાઉન્ડ ડાબી બાજુથી આવે તો લેફ્ટ ઇયરફોન માં તેનું સાઉન્ડ સૌપ્રથમ તેજ સંભળાય અને બાદમાં ઘીરે ઘીરે રાઈટ માં સંભળાય.
તમે ક્યારેક કોઈ કોમ્પ્યુટરમાં કોઈ વિડીયો કે ફોનમાં ઇયરફોનથી કોઈ ફિલ્મ જોઈ તો હશે જ. જો એ વિડીયોમાં કોઈ કાર સ્ક્રીનની ડાબી બાજુએ થી આવતી હોય તો તેનો અવાજ પહેલા લેફ્ટ કાનમાં જશે અને પછી રાઈટ કાનમાં.
હવે તમે ઘણીવાર મ્યુઝિકલ સોંગ જોતા હશો તો પણ ખબર પડશે કે જયારે કોઈ વાંસળીની ધ્વની આવતી હોય ત્યારે Instrument નો અવાજ બીજા અવાજ પાછળ દબાય વગર જ સ્પષ્ટ સંભળાય એ કારણે પણ ઇયરફોન માં R અને L લખવામાં આવે છે.