શું તમે ક્યારેય આવા 10 અજીબો-ગરીબ ઘરમાં રહેવાનું પસંદ કરશો?

દુનિયામાં ઘણી બધી અજાયબીઓ છે, જેને હર કોઈ જોવાની ઈચ્છા રાખે છે. પરતું કોઈક અજાયબીઓ એવી છે જેના વિષે તમે સાંભળ્યું નહિ હોય. એ આજની કોઈક એવી બિલ્ડિંગની ડીઝાઇન છે એ જેને જોઇને તમે બોલી ઉઠશો કે આ છે શું?

1. તમે પહાડો પર ઘર તો જોયા હશે, પરંતુ શું તમે કદી ઘર પર પહાડને જોયો છે? અમને ખબર છે તમારો જવાબ ના હશે. પણ, આ સાચું છે. “Zhang Biqing” નામના ડોક્ટરે બેજિંગમાં 26 માળની ઇમારત ઉપર એક આખો પહાડ બનાવ્યો છે.

worlds ugliest building

2. કોઈક લોકો ફિલ્મોને પોતાની જીંદગી બનાવી લે છે. આવું જ કરીને બતાવ્યું છે ઇંગ્લેન્ડના ૪૦ વર્ષના એક પુરુષે. તેમણે 60 એકરની જમીન પર “Pirates of the Caribbean” નામના ફિલ્મથી પ્રેરિત થઈને એ થીમ પર આખો આઇલેન્ડ(ટાપુ) બનાવી દીધો.

worlds ugliest building

3. 67 વર્ષના “Daniel Alamsjah” એ ઇન્ડોનેશિયામાં એક ‘ચીકન’ ના આકારનું ચર્ચ બનાવ્યું છે. જે આજકાલ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

worlds ugliest building

4. તમે ઘણા એવા લોકોને જોયા હશે જે કાલ્પનિક વિશ્વમાં જીવન જીવવાનું પસંદ કરતા હોય છે. ચીનના એક ટાયકુન પણ આવા જ છે. ફિલ્મોમાં જોવા મળતા કિલ્લાઓ તેમને એટલા બધા પ્રિય છે કે તેમને અસલી જિંદગીમાં કિલ્લા બનાવવાનું નક્કી કર્યું. “Liu Chonghua” નામના આ પુરુષે ચીનમાં 100 કિલ્લોઓ બનાવવાનું વિચાર્યું છે, જેમાંથી તેઓ 7 બનાવી ચુક્યા છે.

worlds ugliest building

5. ઘરની સુરક્ષા માટે બાહ્ય દીવાલો બનાવવી એ સામાન્ય બાબત છે. તુર્કીમાં રહેનાર “Mehmet Ali Gökçeoğlu” એ પોતાની ઘરની બહાર દીવાલોને હટાવીને “Aquarium” બનાવ્યું છે, જે હાલ તુર્કીમાં એક ચર્ચાનો વિષય બનેલો છે.

worlds ugliest building

6. સ્પેસશીપ તમે ફક્ત ફિલ્મોમાં જોયું હશે, પરતું જો તમારે અસલ જીંદગીમાં સ્પેસશીપને જોવું હોય તો તમારે ચીનમાં જવું પડે. “Liu Dejian” નામના વ્યક્તિએ પોતાની ઓફીસ પર લગભગ 150 મિલિયન ડોલરની ખર્ચ કરીને આ ડીઝાઇન બનાવી હતી.

worlds ugliest building

7. બુટ (જૂત્તા) તો તમે પહેરતા જ હશો? પરંતુ બુટમાં રહેવું થોડું અજીબ અને મુશ્કિલ લાગે. એક બુટની કંપનીના માલિકે પોતાના ઘરને બુટના આકારમાં ડીઝાઇન કરાવ્યું છે. જેણે દુનિયાનુ સૌથી મોટું બુટ (જૂત્તા) હોવાનું ગૌરવ હાંસિલ છે.

worlds ugliest building

8. કોને રાજાની જેમ રહેવાનું પસંદ ન હોય? કોણ નથી ઈચ્છતુ કે તે કિલ્લામાં રહે? થોડા આવા જ વિચારો હતા “Christopher Mark” ને પણ. તેમણે 75 એકરમાં ફેલાયેલ આ કિલ્લાને 45 મિલિયન $ માં બનાવ્યો હતો.

worlds ugliest building

9. કોઈક દિલકશ ઇમારતો લોકોના હાર્ટ્સમાં હોય છે, તો કોઈક વિવાદોમાં ઘેરાયેલ હોય છે. એવા જ એક ઇમારતના માલિક છે “Joe McNamara”, જેમણે ડબલીંગ સીટીમાં એક સર્કલના આકાર જેવી ઇમારત બનાવી. જેણે ઘણા વર્ષો સુધી વિવાદોમાં રહેવું પડ્યું હતું.

worlds ugliest building

10. “Nikolai Sutyagin” નામના એક ગેંગસ્ટરે 13 માળની અને લગભગ 144 ફૂંટની ઉંચી ઇમારત બનાવી. સંપૂર્ણપણે લાકડાથી બનેલ આ ઇમારતની ડીઝાઇન કઈક અજીબ જ છે.

worlds ugliest building

આ અજીબ ઇમારતોએ આ લોકોને અજાયબી બનાવી દીધા. તમે પણ તમારા દોસ્તોને શેર કરી, આ અજીબ ડીઝાઇનો લોકોને બતાવો.

Comments

comments


11,998 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 4