આ સૌ કોઈ ની સમસ્યા છે! આપણા માટે કામના ન હોઈ કે આપણે જે ઇ – મેલ મેળવાની ક્યારેય ઈચ્છા દર્શાવી ન હોઈ તેવા અનસોલીટેડ ઇ – મેલ ને સ્પામ કે જંક મેઈલ તરીકે ઓળખવામાં આવે છે.
તમે જીમેઇલનો ઉપયોગ કરતા હોઈ તો તેમાં ડાબી તરફની પેનલમાં ૭ સ્પામનું ફોલ્ડર તપાસશો તો તેવા સંખ્યાબંધ મેઈલ્સ મળી આવશે જે તમારા કામના નહિ હોઈ અને જીમેઈલ્સની સિસ્ટમે તેને આપોઆપ ફિલ્ટર કરીને ઈનબોક્સ થી દુર રાખ્યા હશે. આપણે અનેક જગ્યાએ આપણા ઇ – મેઇલ ની લ્હાણી કરતા હોઈએ છીએ, ક્યારેક પેટ્રોલપંપ પર કે કોઈ એક્ઝીબીશનમાં ઇનામી ડ્રોની લાલચે આપને કુપન ભરીને તેમાં ઇ – મેઇલ એડ્રેસ આપતા હોઈએ છીએ. આ બધામાંથી કોઈ પણ જગ્યાએથી આપણુ ઇ – મેલ લીન્ક થઇને સ્પેમર્સના હાથમાં આવી શકે છે.
આપણે માટે નકામાં હોઈ તેવા વાંરવાંર આવી પડતા મેઈલ્સને કેવી રીતે દુર કરવા ? આના બે –ત્રણ રસ્તા છે.
આપણને જે ચોક્કસપણે બિનજરૂરી લાગે તે ઇ – મેલને, ફકત તેની આગળના ચેક્બોકસની મદદથી સિલેક્ટ કરીને એટલે મથાળાના વિકલ્પો બદલાય છે. હવે તેમાં રીપોટ સ્પામ એવો એક વિકલ્પ જોવા મળશે. એ બટન ક્લિક કરતા, આપણને સીલેક્ટ કરેલો મેઈલ જીમેઇલની સીસ્ટમમાં સ્પામ નોંધાઈ જાઈ છે અને આપણા ઇન્બોકસમાં ડીલીટ થઇ જાઈ છે, અને એક જ અડ્રેસ પરથી આપણને વારંવાર ઈ – મેઈલ આવતા હોય, અને ત્રણ ચાર દિવસ પણ લાગી શકે છે. આપને ઈ-મેઈલ ઓપન કરીને તેમાં નીચે આપેલી અનસબ્સ્ક્રાઇબની લીંક પર કિલક કરીને પણ આપણને આવતા ઈ – મેઈલ અટકાવી શકીએ છીએ.
બીજો, વધુ સચોટ રસ્તો એ ચોક્કસ એડ્રેસ પરથી આવતા ભવિષ્યના તમામ ઈ–મેઈલ માટે એક ફિલ્ટર સેટ કરી, તેને એ મેઈલ આવે એ સાથે તેને આપોઅપ ડીલીટ કરવાનું સેટિંગ કરી શકાય છે.
આ ઉપરાંત, વનમાંગેલા ઈ–મેઈલ જોવા મળે તો તેને નિયમિત રીતે સ્પામ તરીકે રીપોર્ટ કરવાની કે અનસબ્સ્ક્રાઇબ કરવાની ટેવ કેળવશો તો તમારું ઇન્બોકસ હમેંશા ચોખ્ખુંચણાક રહેશે!