શું તમને ખબર છે ‘નમસ્તે’ કહેવાનો મીનીંગ શું થાય છે?

201511051446702874500583125

જનરલી જયારે આપણે ગેટ-ટુગેધર માં જઈએ કે કોઈ સંગઠનમાં બધાને મળીયે ત્યારે હાથ જોડીને ‘નમસ્તે’  કરીએ છીએ. મસ્તક નમાવીને નમસ્તે કરવાની પ્રથા અત્યારથી નહિ પણ આ પ્રથા પ્રાચીનકાળથી ચાલી આવે છે. આનું આપણી સભ્યતામાં ખુબ મહત્વ છે. આનાથી લોકોને રિસ્પેક્ટનો અનુભવ થાય છે.

કઈક આ પ્રકારે નમસ્તે નો અર્થ થાય છે, નમ: + અસ્તે. આ સંધીને ભેગી કરતા એટલે કે નમ: એટલે નમી ગયા અને અસ્તે એટલે માથું (અહંકાર અને અભિમાનથી ભરેલું) એટલે મારા અહંકારથી ભરેલા માથું તમારી સામે નમી ગયું. વ્યક્તિના હાથોની આ મુદ્રાને ‘નમસ્કાર મુદ્રા’ કહેવાય છે.

જોકે, આધ્યાત્મિક દ્રષ્ટિએ બધા દેશોમાં આની વિભિન્ન મુદ્રાઓ છે. આનાથી તમને આધ્યાત્મિક રીતે પણ લાભ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વ્યક્તિની અંદર આત્મા (પરમાત્મા) હોય છે નમસ્કાર કરતા સમયે એક વ્યક્તિની આત્માને બીજા વ્યક્તિની આત્મા સામે હાથ જોડવામાં આવે તેને ‘અભિનંદન’ અને ‘નમસ્કાર’ કહેવાય છે.

નમસ્તે કરતી વેળાએ આપણે બન્ને હાથો જોડીને એક કરીએ છીએ જેના અર્થ થાય છે કે આ અભિવાદનના બન્ને માણસના મગજ એક થયા.

Comments

comments


17,546 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 9