વેલેન્ટાઇન ડે….. એટલે એક દિવસ બે પ્રેમીઓના નામે…. હા, આ એજ દિવસ છે જેણે બે પ્રેમીઓને ડેડીકેટ કરવામાં આવે છે. લોકો ફેબ્રુઆરી મહિના ની ઘણા સમયથી રાહ જોતા હોય છે કારણકે આમાં પ્રેમીઓ ના અલગ-અલગ દિવસોનું આગમન થાય છે. અને એમાં પણ સૌથી વધારે રાહ તો ૧૪ ફેબ્રુઆરી ની જ જોવામાં આવે છે. કારણકે આને દરેક યુવાઓ ઉજવે છે.
પહેલા રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી બેર ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને વેલેન્ટાઇન ડે વગેરેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. એવામાં હવે વેલેન્ટાઇન ડે ફક્ત પ્રેમ અને ઈઝહાર નો જ દિવસ નથી રહ્યો. આ ખુબ ગીફ્ટ આપવાનો તહેવાર બની ગયો છે.
ઠીક છે, ઘણા ઓછા લોકો જાણતા હોય છે કે વેલેન્ટાઇન ડે કેમ મનાવવામાં આવે છે અને આની પાછળની સ્ટોરી શું છે જે આજે અમે તમને જણાવવાના છીએ. જે દેશમાં અંગેજી બોલવામાં આવે છે ત્યાં પરંપરાગત રીતે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી પોતાના પ્રેમનો ઈઝહાર ફૂલો આપી, ટેડી આપી કે વેલેન્ટાઇન ગ્રીટિંગ કાર્ડ આપીને કરે છે.
તમે તમારા પ્રેમીને આ દિવસે ગીફ્ટ તરીકે ચોકલેટ્સ, પરફ્યુમ, ડીઝાઇનર ડ્રેસ, ગુલાબ, બેલ્ટ, કે કોફી મગ પ્રેમ ના આ ફેસ્ટીવલમાં આપી શકો છો. ચોક્કસ વેલેન્ટાઇન ને ખાસ બનાવી દેશે તમારી આ ભેટ.
આ છે તેનો ઈતિહાસ
એવું માનવામાં આવે છે કે ‘વેલેન્ટાઇન ડે’ મૂળરૂપે ‘સંત ‘વેલેન્ટાઇન’ ના નામ પર રાખવામાં આવ્યો છે. જયારે ત્રીજી સદી ચાલતી હતી ત્યારે રોમમાં ક્લોડીયસ નામના રાજાનું શાસન ચાલતું હતું. તેમનું માનવું હતું કે લગ્ન કરવાથી પુરુષોનું મગજ અને શક્તિ બંને ખતમ થઇ જાય છે.
તેથી તેમને આખા રાજ્યમાં જાહેર કર્યું કે જો જે તેમના સૈનિકો છે તે લગ્ન નહિ કરે. પણ રાજા ક્લોડીયસનો વિરોધ ઈસાઈ ‘સંત વેલેન્ટાઇન’ એ કર્યો અને આખા રાજ્યમાં લોકોને લગ્ન કરવા પ્રેરિત કર્યા. તેમણે અધિકારીક રીતે સૈનિકોના વિવાહ કરાવ્યા.
જયારે સમ્રાટ ક્લોડીયસ ને આ વાત ની જાણ થઇ તો તેમને સંત વેલેન્ટાઇન ને ફાંસી એ ચઢાવી દીધા. હેરાન કરનાર વાત તો એ છે કે જયારે સંત વેલેન્ટાઇન શહીદ થયા ત્યારે ૧૪ ફેબ્રુઆરી હતી. બસ, તેમની જ યાદમાં આ પ્રેમી દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે.
કહેવાય છે કે સંત વેલેન્ટાઇન એ પોતાના મૃત્યુના સમયે પોતાની આંખ જેલરની આંધળી છોકરીને (પોતાની પ્રેમિકા) દાન કરી. તેનું નામ જેકોબસ હતું. સંતે જેકોબસ ને એક પત્ર લખ્યો જેમાં છેલ્લે લખ્યું હતું ‘તમારો વેલેન્ટાઇન’. આ દિવસે દરેક પ્રેમીઓ ‘વેલેન્ટાઇન’ શબ્દને યાદ રાખે છે.