હિંદુ ઘર્મમાં અલગ અલગ માન્યતાઓ છે. જેમાં દાનની માન્યતા પણ વિશેષ છે. હિંદુ ઘર્મ અનુસાર દરેક વ્યક્તિ એ કોઈને કોઈ મોકે પોતાના અનુકુળ દાન કરવું જ જોઈએ. આનો સીધો સબંધ આધ્યાત્મિકતા સાથે જોડાયેલ છે. દાન ત્રણ પ્રકારના હોય છે, નિત્ય દાન, નૈમિત્તિક દાન અને કામ્યા દાન.
જયારે આપણે કોઈને કોઈ વસ્તુનું દાન આપીએ છીએ ત્યારે તેને ખુશી પ્રાપ્ત થાય છે. જયારે તેને ખુશી મળે છે ત્યારે આપણને પણ દિલમાં એક અલગ જ અહેસાસ સાથે ખુશી મળે છે. જેણે પોતાના અને બીજાના ઉપકારો માટે કઈક આપવામાં આવે છે તેને ‘દાન’ કહેવામાં આવે છે.
* વર્ષમાં વ્યક્તિએ કમાયેલ ન્યાય પૂર્વક ઘનનો દસમો ભાગ ઈશ્વરની પ્રસન્નતા માટે કોઈને કોઈ સત્કર્મોમાં લગાવવો જોઈએ.
* પોતે જાતે જઈને કોઈને આપેલ દાનને ઉત્તમ માનવામાં આવે છે. કોઈને ઘરે બોલાવીને આપેલ દાન માધ્યમ કક્ષાનું કહેવાય.
* જયારે ગૌ માતા, બ્રાહ્મણો એ રોગીઓને દાન આપવામાં આવે છે ત્યારે કોઈ આપવાની મનાહી કરે તે દુઃખનો ભોગી બને છે.
* કાળા ઘનનું દાન ક્યારેય ભગવાન સુધી નથી પહોચતું.
* અન્ન, જળ, ધોડા, ગાય, વસ્ત્ર, શય્યા, છત્ર અને આસન આ આઠ પ્રકારની વસ્તુઓનું દાન, પુરા જીવનકાળ દરમિયાન શુભ ફળ પ્રદાન કરે છે.
* દિન-હીન, આંધળા, નિર્ધન, અનાથ, ગૂંગા, વિકલાંગો તથા રોગી મનુષ્યની સેવા માટે જે દાન આપવામાં આવે છે તેનાથી મહાન પુણ્ય પ્રાપ્ત થાય છે.
* ગાય, સ્વર્ણ, ચાંદી, રત્ન, વિદ્યા, તલ, કન્યા, હાથી, ધોડા, વસ્ત્ર, ભૂમિ, અન્ન અને દૂધ તથા આવશ્યક સામગ્રીનું જો કોઈને દાન આપવામાં આવે તો તેને ‘મહાદાન’ કહેવામાં આવે છે. આના દાનથી અક્ષય પુણ્યની સાથે ઘણા જન્મોના પાપો પણ નષ્ટ થાય છે.