શિયાળામાં ખાઓ આ વસ્તુઓ અને રહો એકદમ ફીટ

79a

શરદ ઋતુ વર્ષની સૌથી ઠંડી મોસમ ગણાય છે. જે ડીસેમ્બર મહિનામાં શરુ થઈને માર્ચના મહિના માં સમાપ્ત થાય છે. ઠંડીમાં હવામાન બદલાતા લોકો બીમાર પણ પડી જાય છે. તેથી ભોજનમાં કયાં કયાં ખોરાકનો ઉપયોગ કરવો એ અંગે ઘ્યાન રાખવું જરૂરી છે.

*  આદું ને ઠંડી ની મોસમમાં ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે તેથી તમે ઠંડીથી બચી શકો છો. તમે આનો ઉપયોગ ચા કે શાકમાં નાખીને કરી શકો છો.

*  વિન્ટર ની સીઝનમાં લીલી હળદર આવે છે. આનો એક ટુકડો મોઢામાં નાખી ચગળવાથી તમારી ખાસી, ઉધરસ દુર થશે. સાથે જ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. તેથી ઠંડીમાં તમને ફાયદો થશે. લીલી હળદરમાં ૫૩% ફાઇબર્સ મળી આવે છે. ઉપરાંત વિટામિન b6, જાયાસીન, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેંગેનીઝ અને ઝિંક જેવા મહત્વપૂર્ણ સ્ત્રોતો પણ ધરાવે છે.

*  આ ઋતુમાં આવતા મુખ્ય શાકભાજી ફ્લાવર, લીલા વટાણા, મૂળા, ગાજર, દેશી ટામેટાં અને ફળો તરીકે સફરજન, સંતરા, જમરૂખ, પપૈયા, દ્રાક્ષ અને દાડમ જેવા ફળો આવે છે. આ સીઝનલ ફ્રુટ્સ ને ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક માનવામાં આવે છે. આ વિટામીન અને ખનીજ થી ભરપૂર હોય છે. આ સિવાય તમે કડવી લીલી મેથી, મધ, સંતરા, લસણ, મગફળી, કીવી, બટાટા, કેપ્સીકમ શિમલા મિર્ચ અને ઈંડા પણ ખાઈ શકો છો.

201510161636122951057

*  તાસીર ગરમ હોવાને કારણે તમે ડ્રાય ફ્રુટ્સ પણ ખાઈ શકો છો. આનાથી તમને ખુબ એનર્જી મળશે અને ઠંડીથી પણ બચી શકશો. કાજુ, ખારેક, બદામ, દ્રાક્ષ અને અખરોટ પણ તમે ખાઈ શકો છો.

*  ઠંડીમાં તમે બાજરાના બનાવેલ રોટલા કે પછી કોઇપણ વાનગીઓ બનાવીને ખાઈ શકો છો.

*  ગાજર ખાવાથી ત્વચા હેલ્ધી રહે છે. આંખોની રોશની વધે છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આ એક ગરમ આહાર છે જેણે દરેકે ખાવો જોઈએ.

*  લીલા પાંદડા વાળા શાકભાજીનું સેવન વિન્ટરમાં કરવું જોઈએ. કારણકે આમાંથી ફાઈબર, વિટામીન A, વિટામીન C, કેલ્શિયમ, ફોલિક એસીડ અને આયરન ભરપૂર માત્રામાં મળી આવે છે તેથી આ કેલેરી પદાર્થ બની જાય છે. તમે આને સલાડમાં શામેલ કરી શકો છો.

*  ગોળ તો બાળકો થી લઈને વૃદ્ધ વ્યક્તિઓએ પણ ખાવો જોઈએ. આ પૌષ્ટિક પદાર્થ છે. આનાથી તમારું શરીર હષ્ટપુષ્ટ રહેશે અને તાકતવર પણ બનશો.

*  શિયાળામાં મકાઈની રોટલી ખાવી ફાયદેકારક  છે. આ અનાજ તમારા શરીરને ગરમ રાખશે.

*  આ મોસમમાં તલ ખાવાથી શરીર ઊર્જાવાન બને છે. તલના તેલથી શરીરમાં માલીશ કરવાથી ઠંડ ઓછી લાગે છે. વાટેલા તલ અને તેમાં ખાંડ નાખી મિશ્રણ બનાવવું. આ મિશ્રણ ખાવાથી ફક દુર થશે. તલમાં પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પલેક્ષ અને કાર્બોહાઈડ્રેટ વગેરે જેવા તત્વો મળી આવે છે.

4

Comments

comments


9,013 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 2