સામગ્રી
* ૨ કપ પાતળી સ્લાઈસ કરેલ ઓનિયન,
* ૧૧/૪ કપ ચણાનો લોટ,
* ૧૧/૨ ટીસ્પૂન આખા ધાણાને થોડા ક્રશ કરેલ,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા,
* ૧/૨ ટીસ્પૂન હળદર,
* ૧ ટીસ્પૂન લાલ મરચું,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૪ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,
* જરૂર મુજબ પાણી,
* ૪ લારી પાઉં,
* ૧/૨ કપ ગ્રીન ચટણી,
* ૧/૨ કપ ડ્રાય ગાર્લિક ચટણી.
રીત
એક બાઉલમાં સૌપ્રથમ પાતળી સ્લાઈસ કરેલ ઓનિયન, ચણાનો લોટ, આખા ધાણાને થોડા ક્રશ કરેલ, બારીક સમારેલ લીલા મરચા, હળદર, લાલ મરચું, સ્વાદાનુસાર મીઠું અને બારીક સમારેલ કોથમીર નાખી બધા મસાલાઓને હાથોથી બરાબર મિક્સ કરી નાખવા.
હવે આ મિશ્રણમાં જરૂર મુજબ પાણી નાખીને કડક મિક્સચર તૈયાર કરવું. બાદમાં આને ભજીયાની જેમ થોડું થોડું મિશ્રણ લઇને તળવું.
ત્યારબાદ લારી પાઉં લેવા અને તેને વચ્ચેથી અડધા કાપી નાખવા. હવે ગ્રીન ચટણી પાઉમાં લગાવી તેની ઉપર ડ્રાય ગાર્લિક ચટણી નાખી ચારથી પાંચેક જેવી નાની નાની ઓનિયન ભજ્જી નાખીને તેની ઉપર ફરીથી ડ્રાય ગાર્લિક ચટણી નાખી બરાબર દબાવી દેવું. બાદમાં આને ગરમાગરમ સર્વ કરવું.