કોટખાઈ હિમાચલ પ્રદેશના શિમલા જીલ્લામાં આવેલ એક નાનકડું એવું ખુબ જ બ્યુટીફૂલ શહેર છે. કોટખાઈ હિમાચલ ના શિમલા જીલ્લામાં ૧૮,૦૦ મીટરની ઊંચાઈએ સ્થિત છે.
કોટખાઈ શહેર નો શાબ્દિક અર્થ ખાડી પર સ્થિત રાજાના મહેલ ના નામ પરથી પડ્યું છે. ‘કોટ’ નો શાબ્દિક અર્થ ‘મહેલ’ અને ખાઈ નો અર્થ ‘ખાડી’ થાય છે.
‘કોટખાઈ પેલેસ’ અહીનું મુખ્ય આકર્ષણ છે. કોટખાઈ પેલેસ ‘રાજા રાણા સાહેબ’ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ પેલેસ ની છત પગોડા શૈલી થી અને તિબ્બતી વાસ્તુકલા ની શૈલી દર્શાવે છે. આમાં તમે પ્રાચીન યુગની કલાત્મક ઉત્કૃષ્ટતા જોઈ શકો છો.
આ પેલેસ ચટ્ટાનો (ખડક, ભેખડ) પણ બનેલ છે, જેણે દુરથી જોવાથી એકદમ સુંદર દેખાય છે. આ શહેર સંપૂર્ણપણે પ્રાકૃતિક સૌન્દર્યથી ભરી પડેલ છે. કોટખાઈનું શાંતિપૂર્વક વાતાવરણ અને પ્રાકૃતિક નઝારા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
કોટખાઈ ૨૩,૦૦૦ એકરમાં ફેલાયેલ શાનદાર સફરજન ના બગીચા માટે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે. અહી મોટાભાગે સફરજન નું ઉત્પાદન થાય છે. અહીના લોકોનો સ્થાનિક વ્યવસાય પણ સફરજન ની ખેતી કરવાનો જ છે.
કોટખાઈમાં ધાર્મિક સ્થળો પણ છે જેમકે દુર્ગામાતા નંદરાડી મંદિર, મહામાઈ મંદિર અને લંકાનું વીર મંદિર વગેરે છે. અહી મોટાભાગે તમામ લોકો માથે ટોપી પહેરે છે. કોટખાઈમાં અલગ અલગ પ્રકારના ઉત્સવોની ઉજવણી પણ કરવામાં આવે છે.