શાહીદ-આલિયાની ફિલ્મના શૂટિંગ ઉપર લાગી રોક, કેમકે…

શાહીદ-આલિયાની ફિલ્મના શૂટિંગ ઉપર લાગી રોક, કેમકે...

શાહીદ-આલિયાની ફિલ્મના શૂટિંગ ઉપર લાગી રોક, કેમકે…

ફિલ્મ સ્ટૂડિયો સેટિંગ અને અલાઇડ મજદૂર યૂનિયને વિકાસ બહલની ફિલ્મ ‘શાનદાર’ની શૂટિંગને અધવચ્ચે રોકી દીધી છે. હાલમાં આ ફિલ્મની શૂટિંગ એસ્સેલ સ્ટૂડિયોમાં ચાલી રહી હતી, ત્યારે શૂટિંગ માટે નક્કી કરવામાં આવેલા રૂપિયાની રાશીનું ભુગતાન નહી કરતાં શૂટિંગ ઉપર રોક લગાવી દીધી હતી.

યૂનિયનના જનરલ સેક્રેટરી ગંગેશ્વર શ્રીવાસ્તવનું કહેવું છે કે ફિલ્મના નિર્માતાને લગભગ સાત લાખ રૂપિયાની ભુગતાન કરવાની છે. સોમવારે જ્યારે વર્કર્સે કામ કરવાની ના પાડી ત્યારે તે ચાર લાખ રૂપિયા આપવા માટે તૈયાર થયા હતા. પંરતુ યૂનિયને શૂટ ત્યાં સુધી નહી કરવાનું નક્કી કરી લીધું હતું જ્યાં પુરા રૂપિયા ચુકવવામાં આવે નહીં.

શ્રીવાસ્તવનું કહેવું છે કે નિર્માતાની પેમેન્ટ રોકી રાખવાની આદત પડી ગઇ છે. નિર્માતાએ ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’નું પેમેન્ટ ત્યારે કર્યું જ્યારે ફિલ્મ ‘શાનદાર’ની શૂટિંગ શરૂ કરવામાં આવી. પરંતુ હવે એવું નહી ચલાવી લેવામાં આવે.

Comments

comments


3,417 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 12