શાહરૂખ, ધોની અને માલ્યા પાસે છે લક્જરી હોમ્સ

વર્લ્ડ કપ 2015માં ભારતના પરફોર્મન્સ બાદ તેના ફેન્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ઇન્ડિયા 2 મેચ રમી ચૂકી છે. પહેલી પાકિસ્તાન અને અન્ય સાઉથ આફ્રિકાની સાથે. જે રીતે ભારતે આ વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે તેના કારણે તેના ફેન્સની સંખ્યા અનેક ગણી વધી ગઇ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન પણ ખુશ છે. એવામાં લાગે છે કે ભારત – ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી સ્ટ્રોન્ગ ટીમને માત આપવા માટે તૈયાર છે. હાલમાં વર્લ્ડ કપ ફીવર ચાલી રહ્યો છે ત્યારે એવામાં અહીં વાત કરવામાં આવી રહી છે સચિન, ધોનીના ઘરની સાથે દુનિયાના અન્ય ક્ષેત્રની સેલિબ્રિટીના ઘરની અને તેમાં મળી રહેતી લક્ઝરી સુવિધાઓની.

ધોનીએ રાંચીમાં ખરીદ્યું એક એપાર્ટમેન્ટનું ગ્રાઉન્ડ ફ્લોર

ધોનીએ રાંચીના હેહલ મૌજામાં આસ્થા રિજન્સીના નામથી ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર ખરીદ્યું છે. અહીં ધોનીનો એક ફ્લેટ પણ છે. આ ફ્લેટ ધોનીને ગિફ્ટમાં મળ્યો છે. ધોનીએ ગ્રાઉન્ડ ફ્લોર 10,076 વર્ગ ફીટ કોર્મશિયલ પ્લેસ ખરીદી છે.

ગિફ્ટમાં મળ્યો હતો ફ્લેટ, ધોની ખોલશે બાઇકનો શો રૂમ

જાણકારી અનુસાર ટીમ ઇન્ડિયાના પ્રતિનિધિત્વને માટે મહેન્દ્ર સિંહ ધોનીને આસ્થા રીજન્સીના પાંચ વર્ષ પહેલાં આ ફ્લેટ ગિફ્ટમાં મળ્યો હતો. આ પછી ધોનીએ આખો ગ્રાઉન્ડ ફ્લોર ખરીદી લીધો હતો. બાઇકને માટેનો ધોનીનો ક્રેઝ તેને એક કંપની ખોલવા માટે પ્રેરે છે અને તે માટે તે વિચારી પણ રહ્યો છે.

Abhishek - Aaishwariya Home In Dubai

અભિષેક- ઐશ્વર્યાનું દુબઇમાં છે શાનદાર વિલા

દુબઇ થોડા સમયમાં એવા શહેરના રૂપમાં વિકસશે જે સેલેબ્સની પહેલી પસંદ હશે. ભારતીય સિતારાની વાત કરવામાં આવે તો અનેક સેલેબ્સે પોતાના આલિશાન ઘર બનાવ્યા છે અને આની શરૂઆત કરનારામાં શાહરૂખનું નામ પહેલાં આવે છે.

અભિષેક – ઐશ્વર્યા રાય બચ્ચન

મુંબઇમાં 5 બંગલાની સિવાય અમિતાભ બચ્ચનનો એક પેરિસમાં પણ બંગલો છે. મળતી માહિતિ અનુસાર આ ઘર પત્ની જયા બચ્ચને ગિફ્ટ કર્યું છે. જ્યારે અભિષેક અને ઐશ્વર્યાને દુબઇ પસંદ હોવાથી તેઓએ ત્યાં શાનદાર વિલા ખરીદ્યો છે.

જુમરોહ ગોલ્ફ એસ્ટેટ્સના સેંચ્યુરી ફોલ્સમાં તેમના 54 કરોડ રૂપિયાની કિંમતનો વિલા છે જેને તેઓએ 2013માં ખરીદ્યો હતો. મળતી માહિતિ અનુસાર બચ્ચન કપલે આ ઘર બેટી આરાધ્યાને માટે ખરીદ્યું છે.

Sachine Tendulkar Home

80 કરોડના બંગલાના માલિક છે સચિન

ક્રિકેટમાં ભગવાનના નામે ઓળખાતા સચિન તેડુંલકર બે વર્ષ પહેલાં જ પોતાના આલિશાન બંગલામાં શિફ્ટ થયા છે. આ બંગલાની કિંતમ 80 કરોડની છે. વર્ષો સુધી નાના ફ્લેટમાં રહેતા સચિન પોતાના આશિયાનામાં શિફ્ટ થયા ત્યારે તેમને જૂના ઘરની યાદ તો આવે જ છે. જૂના ઘર સાથે તેમના માતા પિતાની યાદો જોડાયેલી હોવાથી તે તેનાથી દૂર થવા ઇચ્છતા ન હતા.

સચિનના આલિશાન ઘરને મુંબઇના બાન્દ્રામાં 19 પેરી ક્રોસ રોડ પર બનાવવામાં આવ્યું છે. ઘરમાં પ્રવેશ સમયે સચિને કહ્યું કે આજે મારા પરિવારને માટે મોટો દિવસ છે. અમે વર્ષોથી આ બંગલાનું સપનું જોયું હતું. જે આજે પૂર્ણ થયું છે. હું નાના એપાર્ટમેન્ટમાંથી બંગલામાં આવ્યો છું તેનાથી મારા વ્યવહારમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. નવા બંગલાની સજાવટ નવી છે અને સામાન તો જૂના ઘરનો જ લાવવામાં આવ્યો છે જેનાથી જૂનાથી જૂના યાદો તાજી રહી શકશે.

Dubai shahrukh khan house

પામ જુમેરાહ બીચ પર શાહરૂખનો આલિશાન બંગલો

દુબઇની જન્નત ગણાતા પામ જુમરોહ બીચ પર શાહરૂખના નામે એક બંગલો છે. આ બંગલો છ બેડરૂમ ધરાવે છે અને સાથે તેને કુલ 8500 સ્કેવર ફીટના વિસ્તારમાં બનાવાયો છે. આખઓ પ્લોટ 14000 સ્કેવર ફીટનો છે અને તેની કિંમત 17.84 કરોડ રૂપિયાની છે. સમુદ્રના કિનારે બનાવવામાં આવેલો આ આર્ટિફિશિયલ આઇલેન્ડ છે. અહીં એક પુલ અને પ્રાઇવેટ બીચ છે. જેને ખાન ફેમિલિ બગ્ધી રાઇડ્સને માટે વાપરે છે. શાહરૂખ ખાસ કરીને પરિવારની સાથે અહીં સમય વીતાવે છે. તેમને અહીંની સુંદરતા અને સમુદ્રી કિનારો પસંદ છે.

બિઝનેસમેન વિજય માલ્યાની દેશદુનિયામાં ચર્ચાસ્પદ છબિ રહી છે. બિઝનેસમાં માહિર લોકો તેમને પાર્ટી લવરના રૂપમાં પણ ઓળખે છે.

કિંગફિશરની ખરાબ હાલત બાદ માલ્યા દુનિયાના અરબપતિઓની લિસ્ટમાંથી બહાર નીકળી ચૂક્યા હતા. 2012ની ફોર્બ્સ દ્વારા આપવામાં આવેલા એક રિપોર્ટમાં ભારતીય અમીરોની યાદીમાં માલ્યાનું સ્થાન 73મું હતું. આટલી કંગાળ હાલત થવા છતાં માલ્યાની રઇસીમાં કોઇ ફરક આવ્યો નથી. માલ્યા પોતાના આલિશાન ઘરને માટે ફેમસ છે.

ગોવામાં છે કિંગફિશર વિલા

માલ્યા પોતાની લક્ઝરી લાઇફ સ્ટાઇલ, હાઇ પ્રોફાઇલ પાર્ટી અને વિલાસિતાને માટે જાણીતા છે.

દુનિયાભરમાં તેમના અનેક આલિશાન ઘર અને વિલા છે. તેમાંથી કેટલાક ભારતમાં તો કેટલાક વિદેશોમાં છે. ભારતના ગોવામાં માલ્યાના આલિશાન કિંગફિશર વિલા છે. ખાસ વાત તો એ છે કે માલ્યાનો આ વિલા સડકથી લઇને બીચ સુધી ફેલાયેલો છે.

તેમાં ત્રણ ગ્રાન્ડ સાઇઝના લક્ઝરી બેડરૂમ, એક મોટો લિવિંગ રૂમ અને એક મોટો ગાર્ડન છે. આ ઘરને માલ્યાએ જાતે જ ખાસ ગોવાની સ્ટાઇલમાં ડિઝાઇન કરાવ્યો છે.

બેંગ્લોરમાં કિંગફિશર ટાવર

બેંગ્લોર શહેરની ઓળખ હવે માલ્યાના કિંગફિશર ટાવરથી કરી શકાય છે. 34 ફ્લોરની આ ટાઉનશીપમાં 3 બ્લોક્સમાં 82 એપાર્ટમેન્ટ છે. તેમાં 72ને વેચી દેવાયા છે. અહીં માલ્યાનું પેન્ટ હાઉસ પણ છે. જે 33 અને 34માં માળ પર આવેલું છે. તેમાં શાનદાર હેલિપૈડ પણ બનાવાયું છે. અહીં એક ફ્લેટની કિંમત રૂ. 20 કરોડની રાખવામાં આવી છે.

ન્યૂયોર્કમાં પેન્ટહાઉસ

શહેરના મોઘા એપાર્ટમેન્ટમાં એક ટ્રંપ પ્લાઝામાં પણ માલ્યાનું એક પેન્ટહાઉસ છે.

ક્લિફ્ટન એસ્ટેટ

માલ્યાના આ આલિશાન ઘર સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં સૌથી મોંઘી સ્ટ્રીટમાં આવેલું છે. ચાર માળના આ મેન્શનમાં ક્લિફ્ટનનો નજારો જોવાલાયક છે. આ મેન્શનમાં ટોપ ફ્લોર પર બેડરૂમ તૈયાર કરાયો છે. સાથે જ જિમ અને કાર ગેરેજની સુવિધા પણ છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,697 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 8