બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે સફળ હાથ અજમાવ્યા બાદ હવે વેસ્ટ ઇન્ડિઝની કેરેબિયન ક્રિકેટ લીગમાં હાથ અજમાવ્યો છે. શાહરૂખ ખાને કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોને ખરીદી લીધી છે.શાહરૂખ ખાન હવે હોલિવુડના શહેનશાહ માર્ક વિલબર્ગ અને ગેરાર્ડ બટલર સાથે મળીને ટી એન્ડ ટી ટીમના ઓનર હશે.
IPLમાં શાહરૂખ ખાનની ટીમ બે ખિતાબ જીતી ચુકી છે
આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે બે ખિતાબ જીતનારા શાહરૂખ ખાને કેકેઆરના સહયોગી જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતા સાથે મળીને સીપીએલ એટલે કે કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ખરીદી લીધી છે.
20 જૂનથી શરૂ થશે CPL T 20
કેરેબિયન પ્રીમિયર લીગ આ મહિને 20 તારીખથી શરૂ થઇ રહી છે. આ ટૂર્નામેન્ટ આવતા મહિને 26 જૂલાઇ સુધી ચાલશે. આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડિઝ અને વર્લ્ડ ક્રિકેટના કેટલાક મોટા દિગ્ગજો શામેલ છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ પણ રમી રહ્યાં છે.
ટી એન્ડ ટીમાં 38 ટકા ભારતીય
કેકેઆરના ચીફ એક્ઝીક્યૂટિવ વેકી મેસૂરે જણાવ્યુ, ” આઇપીએલમાં સફળતાએ અમારો વિશ્વાસ વધાર્યો કે અમે બહારની ટીમ પણ ખરીદી શકીએ. આ આઇડિયા અમને સીપીએલમાં પણ સફળતા અપાવશે. ટ્રીનીદાદ એન્ડ ટોબેગોની જનસંખ્યા આશરે 1.3 મિલિયન છે જેમાં 38 ટકા ભારતીયો છે. આ કારણથી પણ શાહરૂખ ખાને આ ટીમ ખરીદવાનો વિચાર કર્યો હતો.
ટ્રિનિદાદ એન્ડ ટોબેગોના સ્ટાર ખેલાડીઓ:
ડ્વેન બ્રાવો, જેક કાલિસ, ડેરેન બ્રાવો, જ્હોન બોથા, કામરાન અકમલ, કેવોન કૂપર જેવા ખેલાડીઓ શામેલ છે.
CPL T 20 TEAM:
એન્ટીગુઆ હોકબીલ્સ (માર્લોન સેમ્યુઅલ્સ),બાર્બાડોસ ત્રીડેટ્સ (કિરોન પોલાર્ડ), ગુયાના એમેઝોન વોરિયર્સ (દિનેશ રામદીન), જમૈકા તેલવોર્સ (ક્રિસ ગેઇલ), કિટ્સ એન્ડ નેવીસ પેટ્રીઓસ (માર્લોન સેમ્યુઅલ્સ), લુસીઆ જોક્સ (ડેરેન સેમ્મી), ત્રિનીદાદ એન્ડ ટોબેગો (ડ્વેન બ્રાવો)
સૌજન્ય
દિવ્ય ભાસ્કર