મોટાભાગે ગૃહિણીઓને જયારે શાકભાજી ની કઈ વાનગી બનાવવી હોય ત્યારે તે બનાવીને તેની છાલ ફેંકી દે છે. આજે અમે તમને કયા શાકભાજીની છાલથી કયા-કયા ફાયદાઓ થાય છે તે અંગે જણાવીશું.
કદાચ તમે નહિ જાણતા હોવ કે વેજીસ (લીલા શાકભાજી) ખાવાથી શરીરને જેટલો ફાયદો થાય છે તેનાથી પણ વધુ ફાયદો તેના છિલકા ખાવાથી થાય છે. શાકભાજી ના છિલકા ને સ્વાસ્થ્યવર્ધક અને ગુણકારી માનવમાં આવે છે.
* ગાજર ની છાલ ખાવાથી એ આંખની રોશની વધારે છે. આનાથી આંખના કેન્સર જેવી ડીઝીઝ પણ દુર થાય છે. આને ખાવાથી તેની પ્રાકૃતિક મીઠાશ ની ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આમાં ખુબ ઓછી કૈલરી હોય છે. આની છાલ શરીરમાં કેન્સરની કોશિકાઓ ને વધવા નથી દેતી.
* ગરમીની સિઝનમાં આવતી શક્કરટેટી ની છાલ ખાવાથી કબજિયાત ની સમસ્યા દુર થાય છે.
* જે મહિનાઓને અધિક માસિક સ્ત્રાવ થતો હોય તેમણે દાડમની સુકી છાલને પીસીને એક ચમચી પાણી સાથે મિક્સ કરીને ખાવું. આનાથી રક્તસ્ત્રાવ ઓછો થશે.
* કાકડી ને છાલ ઉતાર્યા વગર જ ખાવી. આના સેવનથી તમારા શરીરને ફોસ્ફરસ, પોટેશિયમ અને વિટામીન A મળે છે. આ ઉપરાંત આ છાલ માં એન્ટી-ઓક્સીડેન્ટ અને ફાઈબર મળી આવે છે.
* રીંગણ ની છાલ પૌષ્ટિક તત્વોથી ભરપુર છે. આમાં રહેલ નૈસોનીન એન્ટી-ઓક્સીડેન્ટ શરીરમાં મગજ અને નર્વસ સીસ્ટમ માં થતા કેન્સર સામે બચાવે છે.
* ચહેરાને યંગ અને ગોરો બનાવવા માટે લીંબુની છાલ ઘસવી.
* જયારે તમે કીવી નું જ્યુસ બનાવો ત્યારે છાલ ઉતાર્યા વગર જ બનાવો. આ ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે.
* કેળાની છાલમાં પણ ભરપુર પોષક તત્વો રહેલ હોય છે. આમાં વિટામીન A અને લુટીન તત્વ રહેલ છે. જે આંખમાં થતા મોતિયાને રોકે છે. આ સિવાય આમાં એંટીઓક્સીડેન્ટ, વિટામીન-B અને વિટામીન B 6 પ્રચુત માત્રામાં મળી આવે છે.