શાંતિ, સમૃદ્ધિ માટે એસ્ટ્રોલોજી મુજબ આ વૃક્ષની કરવી જોઈએ પૂજા!

Paras_pipal_पारस_पीपल

હિંદુ ઘર્મમાં વૃક્ષોની પૂજા કરવામાં આવે છે, તેને પવિત્ર માનવામાં આવે છે. હિંદુ માન્યતા મુજબ વૃક્ષનું પૂજન કરવાથી વાસ્તુદોષ કે કુંડળીદોષ દુર થાય છે. માનવામાં આવે છે કે ઘરમાં એક પવિત્ર વૃક્ષ લગાવવું એ સો ગાયોને દાન કર્યા સમાન છે. વૃક્ષારોપણને અતિ પુણ્યનું કામ માનવામાં આવે છે.

જરૂરી નથી કે અહી દર્શાવવામાં આવેલ દરેક વૃક્ષને આપણા ઘરમાં રોપવા જ જોઈએ. કારણકે આ બધા ઝાડ ખુબજ પવિત્ર અને સમૃદ્ધિ આપનાર છે. તેથી આમાંથી કોઈ એકને તમે ઘરમાં રોપી શકો છો. મોટાભાગે શહેરોમાં રહેલા લોકો પાસે જગ્યાનો અભાવ હોય છે, તેથી કોઈ એક અવશ્ય રોપવું.

પીપળો

5654729658_3ceae71532_z

હિંદુ ધર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં આનું વૃક્ષ રાખવાથી દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. આની પૂજાથી શનિ દોષ દુર થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા થાય છે.

આ વૃક્ષમાં ત્રણ દેવ એટલેકે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ થાય છે. ઉપરાંત આ વૃક્ષની પૂજા કરવાથી હનુમાનજી પણ પ્રસન્ન થાય છે.

તુલસી

tulsi-1453728492

તુલસીનું વૃક્ષ તો બધાના જ ઘરમાં હોવું જોઈએ. તુલસીમાં લક્ષ્મી દેવીનો વાસ થાય છે તેથી આપણા ઘરમાં હંમેશાં લક્ષ્મી રહે છે. ભાગ્યે જ કોઈ એવું હિન્દુ ઘર હશે કે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીને સ્વાસ્થ્ય માટે પણ વરદાન માનવામાં આવે છે. આ છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રેમ, જુનુન, ધન, ભાગ્ય અને સુંદરતાને પોતાની તરફ આકર્ષિત કરે છે.

પુરાણોમાં પવિત્ર એવી તુલસી હિન્દુ સંસ્કૃતિનું પ્રતીક અને હર્બલ છોડ છે. તુલસીનો છોડ ઘરના દક્ષિણી ભાગમાં ન લગાવવો જોઈએ. ઘરના દક્ષિણી ભાગમાં લગાવેલો તુલસીનો છોડ ફાયદાની જગ્યાએ ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

તુલસીનું પૂજન કરવું શ્રેષ્ટ માનવામાં આવે છે. કારણકે આની પૂજા કરવાથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તુલસીનો છોડ ઘરમાં હોવાથી ધન, સુખ-સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

લીમડો

neem-ka-ped_650_080115054240

લીમડોના વૃક્ષની પૂજાથી કુંડળી અને બધા જ વાસ્તુદોષ દુર થાય છે. આનાથી પારિવારિક શાંતિ રહે છે. આના સ્વાસ્થ્ય લાભ પણ છે. આયુર્વેદમાં આને અહેમ મહત્વ આપવામાં આવે છે. ઉપરાંત લીમડોનાં વૃક્ષને દોસ્તી અને શુદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે.

આનાથી ઘરમાં રહેલી નેગેટીવ ઉર્જા દુર થાય છે.  વૃક્ષની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ અને હકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. લીમડાનું વૃક્ષ વાસ્તુદોષને પણ દૂર કરે છે.

વડ

sperm-impotence-is-a-boon-for-swpandosh-banyan

આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વગેરે જગ્યાઓ પર ખાસ ઉગાડવામાં આવે છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે “વડવાઇ” કહેવાય છે. તમે આની પૂજા દરરોજ કરી શકો છો. આને પૂજવા માટે કોઈ ખાસ દિવસ નથી હોતો.

હિંદુ ઘર્મની મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ માટે વડ સાવિત્રીના દિવસે આ વૃક્ષનું પૂજન કરે છે. આ મહિલા માટે વધારે ઉપયોગી છે. કારણકે આની પૂજાથી મહિલા અખંડ સૌભાગ્ય વતી રહે છે.

વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. હિંદુ સંસ્કૃતિમાં ઘણા અન્ય વૃક્ષોની જેમ વડને પણ ‘કલ્પવૃક્ષ’ કહેવામાં આવે છે. આ શુક્રાણુ, નપુંસકતા અને સ્વપ્નદોષ માટે વરદાનરૂપ છે.

આપણા ગુજરાતમાં સુરત નજીક ‘કબીર વડ’ નામની જગ્યા છે. જ્યાં આ વિશાળ વટવૃક્ષ છે, જે અંદાજે ૩૦૦ વર્ષથી વધુ જુનું છે.

આંબળા

AR-140629490

આ વૃક્ષની પૂજાથી પણ લક્ષ્મી દેવી પ્રસંન્ન થાય છે. પૂજા કરનારને ઘન સંબંધિત કોઈ સમસ્યા નથી રહેતી, વ્યક્તિને હર ક્ષેત્રમાં સકસેસ મળે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ વૃક્ષમાંથી સારા પરિણામ (પોઝીટીવિટી) મળે છે. ઘરમાં આને રોપવાથી વિભિન્ન સમસ્યાઓથી તમને મુક્તિ મળશે.

બિલ્વપત્ર

Bilva-Patra-700x445

આ વૃક્ષના પાનને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. આના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ પણ છે. આનાથી રોગ મટે છે. ત્રણ પાનવાળું આ વૃક્ષ ભગવાનના ત્રણ કાર્યો નિર્માણ, સંરક્ષણ તથા વિનાશનું પ્રતીક છે.

Comments

comments


11,199 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 9 =