શહીદોના પરિવાર માટે અક્ષય કુમારનો આ આઈડિયા છે એકદમ જક્કાસ!

rustom-7595

અક્ષય કુમાર બોલીવુડના એક એવા અભિનેતા છે જે હંમેશાથી જ સમાજ સેવા કરવા તત્પર રહે છે. બોલીવુડના ખિલાડી કુમાર અક્ષયે મંગળવારે ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તેઓ જણાવે છે શહીદ થયેલ ભારતીય સૈનિકોની મદદ માટે તેઓ એક એપ/વેબસાઈટ બનાવવા જઈ રહ્યા છે.

અક્ષય નો આ વિડીયો જોઈ તમે તેમના વખાણ કરતા નહિ થાકો. શહીદો ને હેલ્પ તમે પૈસા આપીને કરી શકો છો. આના માટે તમારે કોઈ ઓફિસર એક ઓથોરીટી લેવાની જરૂર નથી. તમે સીધા જ ફંડ તેમના એકાઉન્ટમાં જમા કરાવી શકો છો.

અક્ષય જણાવે છે કે આવનાર ૨૬ મી જાન્યુઆરી માટે મે પોતાના વિચારો તમારી સામે વ્યક્ત કર્યા છે. અક્ષય ની આ મોબાઈલ એપ કે વેબસાઈટમાં શહીદ થયેલ સૈનિકોના માતા, પિતા અને પત્નીઓની ડીટેઇલ આપેલ હશે જેમાં આગલા દિવસે જ એકાઉન્ટની ડીટેલ આવી જશે.

જે શહીદની ફેમિલીમાં ૧૫ રૂપિયા લાખ રૂપિયા જમા થશે એટલે તેનું એકાઉન્ટ બંધ કરી નાખવામાં આવશે, જેથી બીજા લોકોને જલ્દીથી મદદ મળી શકે. આમાં તમે ૧૦૦ રૂપિયા પણ જમા કરાવી શકો. તમારી હેસિયત પ્રમાણે તમે પૈસા દાન કરી શકો છો, એવું નથી કે લાખોની સંખ્યામાં જ રૂપિયા જમા કરાવવા.

શહીદોના પરિવારની સંખ્યા ૧૨૫ કરોડ છે. માટે જો ૧૫ હજાર વ્યક્તિ ૧૦૦ રૂપિયા જમા કરાવે તો ફક્ત ૪ જ કલાકમાં ફિમીલીને ૧૫ લાખ રૂપિયા મળી જશે.

ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર દાનવીર સ્વભાવ ધરાવે છે. તેઓ આની પહેલા પણ અનેક લોકોને મદદ કરી ચુક્યા છે. મહારાષ્ટમાં ખેડૂતો જયારે ગરીબો ને કારણે આત્મહત્યા કરી ત્યારે પણ અક્ષયે જ તેમના પરિવારોને ૯૦ લાખની મદદ કરી હતી.

અક્ષય ના ફિલ્મોની વાત કરવામાં આવે તો તેમની અપકમિંગ ફિલ્મ ‘જોલી LLB’ છે, જે ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ રીલીઝ થશે. તેમની સાથે ફીમેલ લીડ તરીકે હુમા કુરેશી જોવા મળશે.

Comments

comments


4,819 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 0