શ્રીરામ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા નિયમિત રૂપે હનુમાન ચાલીસા ના પાઠ કરવા જોઈએ. આ વસ્તુ બધા જ લોકો જાણે છે, આના સિવાય પણ એવા ઉપાયો છે જેને તમે નથી જાણતા.
શનિવારનો દિવસ હનુમાનજી નો દિવસ છે, તેથી તેમને પ્રસન્ન કરવા શનિવારે તેમના મંદિરે જવું. જોકે, તેમનો જન્મ મંગળવારે થયો હતો તેથી તેમને વિશેષ ઉપાયોથી તમે ખુશ કરી શકો છો.
* હનુમાનજી નો દિવસ મંગળવાર અને શનિવાર છે તેથી આ દિવસે તમે પીપળાના ૧૧ પાન લઇ તેમાં કંકુ, અષ્ટગંધ અને ચંદન મેળવી આ પાન પર શ્રીરામ નું નામ લખી પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.
* આ બંને દિવસે પોતાના વિચારો અને મન ને એકદમ સકારાત્મક વિચારોથી શુદ્ધ રાખો. ખરાબ કાર્યો કરવાથી પણ બચો.
* રુદ્રાક્ષ ની માળા થી હનુમાનજી મંત્ર “ઓમ હં હનુમતે નમ:” નો ૧૦૮ વાર જાપ કરવો.
* મંગળવાર ના દિવસે હનુમાન મંદિરે જઈ સરસોના તેલ નો અને શુદ્ધ ધી થી દીવો કરવો. ત્યાંજ બેસી ને હનુમાન ચાલીસા નો પાઠ કરવો. આનાથી તમારા પર કૃપા આવવાનું શરુ થશે.
* ગરીબો અને જરૂરતમંદ લોકોની સહાયતા કરવી. પોતાની યથાશક્તિ ની જયારે બીજાને જરૂર પડે ત્યારે મદદ કરવી. બધા સાથે વ્યવહાર સારો રાખી વાણી પણ સારી રાખવી.
* મંગળવારે હમુનામ ના નામે વ્રત રાખી સાંજના સમયે બુંદીના લાડુનો પ્રસાદ વહેચવાથી પૈસાની તંગી દુર થાય છે.
* દર મંગળવાર અને શનિવારે હનુમાનજી ને કેસરિયા સિંદુરથી ધી નો દીવો કરવો. આનાથી હનુમાનજી પ્રસન્ન થશે.
* હનુમાનજી ને રામ ભગવાન ની મૂર્તિ ભેટ કરવી. આનાથી હનુમાનજી તમને તમારા પ્રિયજનો સાથે જોડેલા રાખશે.
* મંગળવારે ઘરના આંગણે આવેલ કોઈપણ ભિખારીને જમાડ્યા વગર ઘરેથી ન જવા દેવા. આ દિવસે મંદિરની બહાર બેસેલ ગરીબોના ભૂખ્યા બાળકોને તમે જમાડી શકો છો.