સામગ્રી
મેંદો – ૧૦૦ ગ્રામ
દળેલી ખાંડ – ૮૦ ગ્રામ
બેકિંગ સોડા – ૧ ટીસ્પૂન
બેકિંગ પાઉડર – ૧/૪ ટીસ્પૂન
વેનિલા એસેન્સ – ૧/૨ ટીસ્પૂન
કોકો પાઉડર – ૧ ટેબલસ્પૂન
ઈન્સ્ટન્ટ કોફી (પાઉડર) – ૧ ટેબલસ્પૂન
ડ્રિંકિંગ ચોકલેટ – ૧ ટીસ્પૂન
અખરોટના નાના ટુકડા – ૧/૪ કપ
હૂંફાળું ગરમ પાણી – જરૂર મુજબ
રીત
ઓવનને ૧૬૦ સેલ્સિયસ પર પ્રીહિટ કરવું. અખરોટના ટુકડામાં ૧/૨ ટીસ્પૂન મેંદો ભેળવવો. બેકિંગ પાઉડર અને સોડા સાથે મેંદો ચાળી લેવો. બટર અને દળેલી ખાંડને મિક્સ કરી બીટ કરો. બીટ કરેલા બટરમાં મેંદો ઉમેરી બરાબર ભેગા કરી લેવા. બેટરના એક સરખા બે ભાગ કરી એક ભાગમાં વેનિલા એસેન્સ અને બીજા ભાગમાં ડ્રિંકિંગ ચોકલેટ, કોકો પાઉડર અને કોફી થોડા હૂંફાળા ગરમ પાણીમાં ઓગાળી મિક્સ કરો. ડ્રોપિંગ કન્સિસ્ટન્સી ખાસ ધ્યાનમાં રાખવી. વેનિલા એસેન્સવાળા ભાગમાં પણ થોડું હૂંફાળું પાણી ઉમેરી ભેગું કરી લેવું. (બે રંગનાં બેટર પાથરવાનાં હોવાથી બેટર વધુ પાતળું ન થાય તેનું ધ્યાન રાખવું.) ગ્રીઝ કરેલ મોલ્ડમાં સફેદ અને બ્રાઉન કલરનું બેટર છૂટા છૂટા અંતરે વારાફરતી મૂકવું. (૧ ચમચો સફેદ બેટર પાથરી તેની બાજુમાં બ્રાઉન બેટર મૂકવું.) એક લેયર પથરાયા બાદ ઉપર થોડા અખરોટના ટુકડા ભભરાવવા. ફરી બંને રંગનું બીજું લેયર કરી બાકીના અખરોટના ટુકડા પાથરો. પ્રીહિટેડ ઓવનમાં ૧૬૦ ડિગ્રી સે. પર ૨૫ મિનિટ કેક બેક થવા દેવી. ઓછામાં ઓછી ૬ કલાક ઠંડી થયા બાદ વોલનટ મારબલ કેક સ્લાઈસ કરી સર્વ કરવી.