વેલેન્ટાઈન ડે સુધી ગોરાપણું મેળવવા, આ પેસ્ટ લગાવો ચહેરા પર

પ્રેમીઓના દિવસ વેલેન્ટાઈન્સ ડેને હવે થોડા જ દિવસો બાકી છે ત્યાં પોતાની જાતને સુંદર બનાવવા માટે યુવાનોએ અખતરા શરૂ કરી જ દીધા હશે, જેમાં સૌથી પહેલાં વારો આવે છે ચહેરાનો. સુંદર ચહેરો અને હેલ્દી સ્કીનની સાથે જ જો રંગ ગોરો હોય તો એવી વ્યક્તિ વધુ આકર્ષક લાગે છે. એવું આપણા ભારતીયોનું માનવું છે. કદાચ ગોરો રંગ આપણને વધુ આકર્ષિત કરે છે, એટલા માટે જ જો કોઈ વ્યક્તિનું શરીર ઘાટીલું હોય પરંતુ તેનો રંગ વધુ ગોરો ન હોય તો આપણે તેને સુંદર નથી માનતા, કારણ કે આપણે ત્યાં ગોરા રંગ પ્રત્યે લોકોનું આકર્ષણ વધુ હોય છે.એટલા માટે લોકો ગોરા રંગ માટે અનેક જાતની કોસ્મેટિક્સનો ઉપયોગ કરે છે, પરંતુ ઘરેલુ નુસખાને અપનાવવાથી સ્કિન, હેલ્દી, ગ્લોઈંગ, ગોરી થઈ શકે છે અને કોઈ રિએક્શન પણ નહીં આવતું નથી. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક એવા નુસખાને જેને અપનાવી લેવાથી ત્વચાનો કાળો રંગ સાફ થવા લાગે છે.

વેલેન્ટાઈન ડે સુધી અસ્સલ ગોરાપણું મેળવવા, આ પેસ્ટ લગાવો ચહેરા પર

સંતરા

સંતરા  વિટામીન સી થી ભરપૂર હોય છે. તેને સ્કિન માટે ખૂબ સારું માનવામાં આવે છે. સંતરા ખાવાથી અને લગાવવાથી ત્વચા તંદુરસ્ત બની જાય છે. ત્વચાનો રંગ નિખારવા માટે રોજ સંતરાનો જ્યૂસ ચહેરા ઉપર લગાવો. સૂકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો. જો ચહેરા ઉપર દાગ-ધબ્બા હોય તો સંતરાની છાલનો ઉપયોગ કરો, સંતરાની છાલને છાયડામાં સૂકવીને પાવડર બનાવી લો. આ પાવડર એક ચમચી કાચા દૂધમાં મેળવીને ચહેરા ઉપર લગાવો. રંગ નિખરી જશે.

વેલેન્ટાઈન ડે સુધી અસ્સલ ગોરાપણું મેળવવા, આ પેસ્ટ લગાવો ચહેરા પર

પપૈયુ

આમ તો પપૈયાની તાસીર ગરમ માનવામાં આવે છે, પરંતુ સ્કિન માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ હોય છે. એટલા માટે પપૈયા ખાવાની સાથે જ તેને લગાવવાના પણ અનેક લાભ છે.

સ્કિનને ગોરી બનાવવા માટે એક પપૈયાનો ટુકડો પીસી લો. આ ઘટ્ટ પેસ્ટને તમારા ચહેરા ઉપર લગાવો. એક કલાક પછી આ પેસ્ટને ચહેરા ઉપરથી ધોઈ લો. આ નુસખો નિયમિત રીતે કરવાથી ત્વચાનો રંગ ગોરો થવા લાગે છે.

વેલેન્ટાઈન ડે સુધી અસ્સલ ગોરાપણું મેળવવા, આ પેસ્ટ લગાવો ચહેરા પર

ગુલાબ જળ

ગુલાબ જળ રંગ નિખારવા માટે સૌથી સરળ અને સસ્તો ઉપાય છે. ઘરે જ ગુલાબ જળ બનાવવા માટે ગુલાબની પંખુડીઓને પાણીમાં નાખો. ઝડપથી ફાયદો મેળવવા માટે તેનું પેસ્ટ બનાવીને પાણીમાં મેળવો. એક દિવસ માટે તેને પાણીમાં જ છોડી દો. આ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની રંગત ગુલાબી થવા લાગે છે.

વેલેન્ટાઈન ડે સુધી અસ્સલ ગોરાપણું મેળવવા, આ પેસ્ટ લગાવો ચહેરા પર

હળદર

આયુર્વેદમાં હળદરને રંગત નિખારનારી સૌથી સારી ઔષધીના રૂપમાં માનવામાં આવી છે. દૂધમાં એક ચપટી હળદર મેળવીને આ પેસ્ટને ચહેર ઉપર લગાવવાથી પણ ચહેરાનો રંગ નિખરી જાય છે. બેસન અને ઉબટનમાં હળદર મેળવીને લગાવવાથી પણ ચહેરાનો ગ્લો વધવા લાગે છે.

વેલેન્ટાઈન ડે સુધી અસ્સલ ગોરાપણું મેળવવા, આ પેસ્ટ લગાવો ચહેરા પર

લીંબુ

લીંબુ સ્કિન માટે એક ચમત્કારી દવાની જેમ કામ કરે છે. રંગ નિખારવા માટે લીંબુનો રસ ચહેરા ઉપર લગાવો. થોડીવાર પછી ચહેરાનો ધોઈ લો. લીંબુના રસમાં ટામેટાનો રસ મેળવીને લગાવવાથી પણ ત્વચાની સફાઈ થઈ જાય છે અને રંગ ગોરો થવા લાગે છે.

વેલેન્ટાઈન ડે સુધી અસ્સલ ગોરાપણું મેળવવા, આ પેસ્ટ લગાવો ચહેરા પર

તરબૂચ

તરબૂચનું સેવન ગરમીમાં ખૂબ જ ફાયદાકારક રહે છે. તેમાં પાણી અને પોષકતત્વોની માત્ર મોટી માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી શરીરમાં તાજગી અને ઠંડk બની રહે છે. તરબૂચનો એક નાનો ટુકડો લઈ ચહેરા ઉપર રગડો. એક કલાક સુધી લગાવી રાખો અને પછી ચહેરો ધોઈ લો. આનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,507 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 14