ટેડીને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. વેલેન્ટાઇન ડે ની આગળ આ બધા રોમેન્ટિક દિવસો આવે છે. બાદમાં વેલેન્ટાઇન ડે આવે છે. નારાજ ને મનાવવા, દિલની નજીક લાવવા, પ્રેમનો ઈઝહાર કરવા માટે ટેડી બીયરનો ઉપયોગ કરવામાં આવે છે.
આને બર્થડે, પાર્ટીમાં અને કોઈને ગિફ્ટ આપવા આવે છે. ટેડી બીયર નું નામકરણ અમેરિકાના પ્રેસિડેન્ટ ‘ટેડી રૂઝવેલ્ટ’ ના નામે પડ્યું હતું. ટેડી બીયર નો તહેવાર સબંધોમાં સોફ્ટનેસ અને ક્યુટનેસ લઈને આવે છે. તેથી સબંધોમાં મીઠાસ લાવવા માટે ૧૦ ફેબ્રુઆરી ના દિવસે ‘ટેડી બીયર ડે’ સેલીબ્રેટ કરવામાં આવે છે.
આ વેલેન્ટાઇન ડે પૂર્વ તમે તમારા ‘સ્વીટહાર્ટ’, ‘સોલમેટ’ ને પોતાની ફીલિંગ્સ સાથે ગીફ્ટ કરી શકો છો. આને વેલેન્ટાઇન વિક નો ચોથો દિવસ માનવામાં આવે છે. પૂરી દુનિયામાં સ્ટફ્ડ ટોય તરીકે ટેડી ને સૌથી વધારે ખરીદવામાં આવે છે. મોટાભાગે ગર્લ્સને આ વધારે પસંદ આવે છે.
જો આ દિવસે તમારા સાથીને ટેડી પસંદ ન હોય તો તેના આકારની ચોકલેટ, પેસ્ટ્રી કે સ્નેક્સ પણ ગીફ્ટ કરી શકો છો. હાલમાં માર્કેટમાં I Love You બોલતા ટેડી પણ ઉપલબ્ધ હોય છે. તેથી તમારા પ્રિય પાત્રને તમે તે પણ ગીફ્ટ કરી શકો છો.