ન્યુ યર આવતા જ ‘લવ બર્ડ્સ’ સૌથી વધારે 14 ફેબ્રુઆરીનો દિવસ એટલેકે વેલેન્ટાઇન ડે ની વાટ જોય રહ્યા હોય છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને પોતાના પ્રેમનો ઇઝહાર કરે છે. આ દિવસ નું પ્રેમી યુગલો માટે ખાસ મહત્વ છે. વેલેન્ટાઇન ડે ના દિવસે તમે તમારા પાર્ટનરને ખુશ કરવા માટે આ રેસીપી બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ અલગ અલગ રસોઈ વિષે.
વેલેન્ટાઇન ડે માટે બનાવો સ્પેશીયલ કેક
સામગ્રી
* 6-7 બિસ્કિટ
* માખણ
* ખાંડ
* ચીઝ
* 5 ચમચી તાજું ક્રીમ
* 5 ચમચી દહીં
* 1/2 કિલો સ્ટ્રોબેરી
* 4 ચમચી સ્ટ્રોબેરી જેલી મિક્સ
બનાવવાની રીત
એક વાસણ લઈને તેમાં બિસ્કિટનો ભૂક્કો, માખણ અને ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી દેવું. પછી ચમચી વડે આ મિશ્રણને સારી રીતે કેક ટીન પર સહેજ સહેજ દબાવતા ફેલાવી દો. હવે બીજા વાસણમાં સ્ટ્રોબેરી અને પાણીને સાથે લઇ ક્રશ કરી સ્ટ્રોબેરીની ઘટ્ટ પ્યૂરી બનાવો. ત્યારબાદ એક વાટકી લઈને તેમાં ચીઝ અને ખાંડ મિક્સ કરી લેવું અને તેમાં ક્રીમ અને દહીં મિક્સ કરી બરાબર હલાવવું.
જ્યારે સ્ટ્રોબેરીની પ્યૂરી તૈયાર થઇ જાય એટલે તેને બિસ્કિટવાળા મિશ્રણ પર નાંખી આખી રાત ફ્રીઝમાં મૂકી દેવું. બીજા દિવસે આ ચીઝ કેકને પ્લેટમાં કાઢી લો.
ગાર્નિશિંગ
ગાર્નિશિંગ માટે ઉપરથી કાપેલી સ્ટ્રોબેરી લગાવો. ત્યારબાદ અલગથી સ્ટ્રોબેરી જેલીને ગરમ કરી કેક પર સારી રીતે ગાર્નિશિ કરો. આ કેકને થોડીવાર માટે સેટ થવા માટે મૂકી દો. થોડી જ વારમાં કેક ખાવા માટે તૈયાર થઇ જશે.
ચોકલેટ સૂપ
સામગ્રી
* એક કપ મલાઈ
* ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
* એક કપ સ્ટ્રોંગ કોફી
* વેનીલા આઈસ્ક્રીમ
બનાવવાની રીત
ગેસ પર એક વાસણમાં મલાઈ નાખી મધ્યમ આંચે ઉકાળવા મુકવું. જ્યારે મલાઈમાં ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો. હવે ગરમ મલાઈમાં સમારેલ ડાર્ક ચોકલેટ નાખો. ત્યારબાદ ચોકલેટ અને મલાઈના મિશ્રણમાં ગરમાગરમ સ્ટ્રોંગ કોફી નાખી મિક્સ કરો. તૈયાર છે હોટ ચોકલેટ સૂપ.
ગાર્નિશિંગ
ગાર્નિશિંગ માટે તમે સૂપને એક બાઉલ માં નાખીને ઉપરથી વેનીલા આઈસ્ક્રીમ નાંખી શકો છો.
બિસ્કિટ ટ્રફલ
સામગ્રી
* ૧ પેકેટ ઓરિયો બિસ્કિટ
* ૧ પેકેટ ફિલાડેફિયા ક્રીમ ચીઝ
* ૨ પેકેટ બેંકર સેમી સ્વીટ બેકિંગ ચોકલેટ
રીત
સૌપ્રથમ બિસ્કિટને બરાબર ક્રશ કરી લો ત્યારબાદ આ મિશ્રણને એકબાજુ પર મૂકી દો. હવે કૂકીઝને પણ આ રીત ક્રશ કરી લો. હવે એક મોટા મિક્ષિંગ બાઉલમાં આ ક્રશ કરેલો ભૂકો લો. ત્યાર બાદ તેમાં ક્રીમી ચીઝ ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણમાંથી ચોકલેટ બોલ્સ તૈયાર કરો.
આ બોલ એક ઈંચના હોવા જોઈએ. હવે આ બોલને ચોકલેટના મિશ્રણમાં ડિપ કરીને પહેલા સાઈડમાં મૂકેલા ચોકલેટના ભૂકામાં ભેળવી દ્યો. ત્યાર બાદ તેને વેક્ષ પેપર પર અથવા તો બેકિંગ શીટ પર મૂકી દો. હવે તેને એક કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દો. હવે આ ચોકલેટ બોલને સર્વ કરો.