વેજીટેરીયન પિઝ્ઝા

*સામગ્રી
મેંદો – 4 કપ
ઓલિવ ઓઈલ – 2 ચમચા
મીઠું – 1 ચમચી
ખાંડ – 1 ચમચી
યીસ્ટ – 10 ગ્રામ
*સોસ માટે સા
મગ્રી :-
ટામેટાં – 10-12 નંગ
ડુંગળી – 2 નંગ
લસણ – 6 કળી
તુલસીનાં પાન – 8-10
ઓલિવ ઓઈલ -2 ચમચા
ટોમેટો પ્યોરી – 2 કપ
ઓરેગાનો (સૂકો) – અડધી ચમચી
ખાંડ – 1 ચમચી
સફેદ મરીનો પાઉડર – સ્વાદ મુજબ
*ટોપિંગ્ઝ માટે સામગ્રી :-
લાલ કેપ્સિકમ – અડધું નંગ (મોટું)
પીળું કેપ્સિકમ – અડધું નંગ (મોટું)
બટન મશરૂમ – 4-5 નંગ
ડુંગળી – 3-4 નંગ
મોઝેરેલા ચીઝ (છીણેલું) – 2 કપ

guacamole-shemesh_vegetarian_pizza_6
રીત :-
મેંદામાં મીઠું નાખી ચાળી લો. તેમાં બરાબર વચમાં ખાડો કરો. નવશેકા પાણીમાં થોડી ખાંડ સાથે યીસ્ટ ઘોળી મેંદામાં સારી રીતે મિકસ કરો. પછી જરૂર પ્રમાણે પાણી લઈ કણક બાંધો. તેને એક કલાક સુધી રહેવા દો. કણકને ફરીથી કૂણવી અને તેમાં ઓલિવ ઓઈલ ભેળવો. પછી તેના ચાર સરખા ભાગ કરો. દરેકને ભીના કપડામાં વીંટાળી એક તરફ રહેવા દો, જેથી તે બરાબર ફૂલી જશે. ટામેટાંને એકદમ બારીક સમારો. બે ડુંગળીમાંથી થોડી ડુંગળી બારીક સમારો અને થોડી ડુંગળીની સ્લાઈસ કરો. લસણ છોલીને સમારી લો. તુલસીનાં પાન ધોઈને કોરા કરો. કેપ્સિકમ બારીક સમારો. બટન મશરૂમને ધોઈને પછી સ્લાઈસ કરો. સોસ બનાવવા માટે ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળીની સ્લાઈસ અને લસણ એકાદ મિનિટ સુધી સાંતળો. તેમાં તુલસીનાં પાન તથા ટામેટાં ભેળવી એક-બે મિનિટ માટે સાંતળો. તેમાં ટોમેટો પ્યોરી મિકસ કરો. પછી સૂકો ઓરેગાનો, મીઠું, સફેદ મરીનો પાઉડર અને ખાંડ નાખીને હલાવો. લૂઆમાંથી એક સે.મી. જેટલી જાડાઈના પિઝા બેઝ વણો. ઓવનને ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગરમ કરો. બેકિંગ ટ્રેમાં આ પિઝા બેઝને ગોઠવો. તેના પર થોડો ટોમેટો સોસ પાથરી, પછી ચીઝનો પાતળો થર કરો. સમારેલાં કેપ્સિકમ ગોઠવીને તેના પર મીઠું અને મરીનો પાઉડર ભભરાવો. ફરી ચીઝનો થર કરી થોડું ઓલિવ-ઓઈલ અને ઓરેગાનો ભભરાવો. હવે તેને પચીસ મિનિટ સુધી બેક થવા દો. ઓવનમાંથી બહાર કાઢયા બાદ પિઝા પર થોડું ઓલિવ-ઓઈલ લગાવો. પેસ્ટ્રી કટર કે પિઝા કટરથી તેના પીસ કરીને ગરમ સર્વ કરો.
નોંધ :- જો લાલ અને પીળા કેપ્સિકમ ન મળે તો લીલાં કેપ્સિકમનો ઉપયોગ કરી શકાય.

Comments

comments


5,887 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 7