વેજિટેબલ – નૂડલ્સ રોલ્સ

વેજિટેબલ - નૂડલ્સ રોલ્સ

 

સામગ્રી

  • મકાઈના દાણા – ર્ગાનિશિંગ માટે
  • ફ્રેચ બીન્સ – ૧૫૦ ગ્રામ
  • ગાજર – ૧૫૦ ગ્રામ
  • બેબી કોર્ન – ૧૫૦ ગ્રામ
  • બાફેલાં નૂડલ્સ – ૨ કપ
  • લસણની પેસ્ટ – ૨ ટીસ્પૂન
  • વેજિટેબલ સ્ટોક પાઉડર – ૩૦ ગ્રામ
  • મીઠું – સ્વાદ મુજબ
  • ઘઉંનો લોટ – ૩૦૦ ગ્રામ
  • ગરમ પાણી – ૩ વાટકી
  • તેલ – તળવા માટે

રીત

  • શાકભાજીના નાના ટુકડા કરીને તેને થોડું મીઠુ નાંખીને બરોબર મિક્સ કરો.
  • એક કડાઈમાં તેલને ગરમ કરી તેમાં લસણની પેસ્ટ ફ્રાય કરો. ત્યારબાદ તેમાં મિક્સ કરેલાં વેજિટેબલ્સ, નૂડલ્સ અને સ્ટોક પાઉડર ઉમેરી ધીમા તાપે પકવો.
  • વેજિટેબલ્સ સોફ્ટ થાય એટલે એક મોટા બાઉલમાં અલગ તારવી ૧૦ મિનિટ સુધી ફ્રીજમાં મૂકો.
  • ગરમ પાણીથી ઘઉંનો કૂણો લોટ બાંધો.
  • એક સરખા લૂઆ કરી તેની નાની રોટલી તૈયાર કરો.
  • વેજિટેબલ્સ – નૂડલ્સનું મિશ્રણ રોટલીમાં ભરી રોલ્સ વાળી લો.
  • પેનમાં તેલ ગરમ કરી રોલ્સ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો.
  • ચિલી સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.

Comments

comments


3,790 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 8 =