એશિયન અને આફ્રિકન હાથીઓ
હાથીઓની પ્રજાતીમાં એશિયન હાથીઓ અને આફ્રિકન હાથીઓની પ્રજાતીનું જ અસ્તિત્વ ટકેલું છે. આફ્રિકન હાથીઓના કાન ઘણા મોટા હોય છે અને આ પ્રજાતીના નર અને માદા બંને હાથીઓના મોટા દાંત હોય છે. એશિયન હાથીઓના કાન નાના હોય છે અને માત્ર નર હાથીઓના જ દાંત હોય છે. વિશ્વમાં પહેલા 350 થી વધારે પ્રજાતીઓના હાથીઓ જોવા મળતા હતા. જોકે હવે આ પ્રજાતીઓમાંથી માત્ર 2 જ પ્રજાતીઓના હાથીઓ પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યાં છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર