લોકો દરરોજ શોધતા રહે છે કે આજ સ્લેવિકે કેવા કપડા પહેર્યા છે.
એકવાર જે કપડાં પહેરે છે, તેને બીજીવાર હાથ પણ નથી લગાવતો
યુક્રેનના લ્વિવ શહેરમાં 55વર્ષનો સ્લેવિક લોકો માટે ફેશન આઈકન બનીને ઉભર્યો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે તે એક ભિખારી છે. તેમ છતાં તે દિવસમાં બે વાર ડ્રેસ બદલે છે અને એ કપડા પહેરે છે, જે લોકોને ખુબ પસંદ આવે છે. કેટલાક લોકો દરરોજ ટ્વિટર-ફેસબુક પર એ જ શોધતા રહે છે કે આજ સ્લેવિકે કેવા કપડાં પહેર્યા છે.
સ્લેવિક જે કપડાં પહેરે છે, તે દાનમાં મળેલા કે પછી બેઘર માટે બનેલા સરકારી સહાયતા કેન્દ્રના હોય છે. તે એકવાર જે કપડાં પહેરી લે છે, તેને બીજીવાર હાથ નથી લગાવતો. એટલું જ નહીં તેની હેર અને દાઢીની સ્ટાઈલને પણ લોકો ફોલો કરતા હોય છે.
સ્લોવિકની આ વાતો ફોટોગ્રાફર યુર્કો દયાચ્યશયન સામે લાવ્યા છે. તે થોડા સમય પહેલા શહેરમાં એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. ત્યારે તેની નજર સ્લેવિક પર પડી. ત્યારબાદ યુર્કોએ સ્લેવિક પર સ્ટોરી કરી. તે સ્લોવિકને એક મુલાકાત માટે એક ડોલર આપતા. યુર્કો કહે છે-સ્લેવિક દુનિયાનો સૌથી ફેશનેબલ ભિખારી છે. તેની જીવન જીવવાની રીત સૌથી અલગ છે. તે પોતાની સાથે કોઈ સામાન રાખવાનું પસંદ નથી કરતો, કોઈને પોતાના ઘરે આવવા દેવાનું પણ પસંદ નથી કરતો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર