મોંઘી High School

World's Most Expensive High School, 1 year costs more than Rs 1 crore

સ્વિટ્ઝરલેન્ડમાં એક ઈન્ટરનેશનલ બોર્ડિંગ હાઈસ્કૂલ છે, જેની વાર્ષિક ફી સાંભળશો તો તમને વિશ્વાસ નહીં થાય. ઈન્સ્ટીટ્યૂટ ઓફ રે રોજેના નામથી વિખ્યાત આ સંસ્થામાં એક વિદ્યાર્થીનો વાર્ષિક ખર્ચ 1.35 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. જોકે, તેમાં એકેડમિક ફીથી લઇને બોર્ડિંગ, લોજિંગના અન્ય ખર્ચ પણ સામેલ છે.

શાળાની સ્થાપના 1880માં પોલ એમિલી કાર્નલે કરી હતી. સ્કૂલમાં માત્ર પાંચ વિદ્યાર્થીઓ માટે એક શિક્ષકનું રેશિયો છે. તમામ વિદ્યાર્થી બોર્ડિંગ હાઉસમાં રહે છે, જે સ્કૂલ કેમ્પસમાં બનાવવામાં આવ્યું છે. અભ્યાસ અંગ્રેજી અને ફ્રેન્ચમાં થાય છે. અહીં વિદ્યાર્થીને રમતની સુવિધા પણ આપવામાં આવે છે, પરંતુ તે મર્યાદિત છે. પ્રથમ સત્રમાં ઘોડેસવારી અને બેડમિંટન, બીજા સત્રમાં સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ જ્યારે ત્રીજા સત્રમાં ટેનિસ અને ડાંસની સુવિધા આપવામાં આવે છે.

આ વિશ્વની સૌથી જૂની બોર્ડિંગ સ્કૂલ્સમાં પણ સામેલ છે. અહીં ઘણાં રોયલ અને ચર્ચિત પરિવારોના બાળકોએ અભ્યાસ કર્યો છે. આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 400 છે. તેનું બીજું એક કેમ્પસ પણ છે, જે સ્કી રિસોર્ટ વિલેજ જીસ્ટેડમાં બનાવવામાં આવ્યું છે. ઠંડીની સીઝનમાં વિદ્યાર્થીઓને અહીં શિફ્ટ કરવામાં આવે છે. આ સુંદર સ્કૂલ પહાડોની વચ્ચે બનાવવામાં આવી છે.

શાળામાં માત્ર પાંચ વિદ્યાર્થી માટે એક શિક્ષક છે. તમામ વિદ્યાર્થી બોર્ડિંગ હાઉસમાં રહે છે.

World's Most Expensive High School, 1 year costs more than Rs 1 croreશાળામાં વિદ્યાર્થીઓ માટે ક્રિએટિવિટીની સંપૂર્ણ આઝાદી છે, વિદ્યાર્થીને પોતાની દુનિયા શોધવા માટે ટૂર પર મોકલવામાં આવે છે.

World's Most Expensive High School, 1 year costs more than Rs 1 crore

રેગ્યુલર ક્લાસરૂમ અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને વિકએન્ડમાં થિએટર ટ્રિપ માટે સ્પેન, બ્રિટેન, ઈટલી, જર્મની અને અન્ય સ્થળ પર લઈ જવામાં આવે છે.

World's Most Expensive High School, 1 year costs more than Rs 1 crore

World's Most Expensive High School, 1 year costs more than Rs 1 crore

World's Most Expensive High School, 1 year costs more than Rs 1 crore

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,583 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 1 =