વિશ્વની સૌથી અમીર રમત સંસ્થા ગણાતી ફિફા ભ્રષ્ટાચારના ઘેરામાં છે જેમાં કેટલાક અધિકારીઓની ધરપકડ થઇ છે. ફિફાને પૈસા કમાવવાનું મશીન માનવામાં આવે છે ત્યારે Janvajevu.com તમને ફિફામાં રૂપિયા ક્યાંથી આવે છે અને તે ક્યાં ખર્ચ કરે છે તેના વિશે જણાવી રહ્યું છે.
ફિફાને અબજો રૂપિયા રાજસ્વના રૂપમાં મળે છે. તેને મીડિયા રાઇટ્સ અને સ્પોન્સરશિપ દ્વારા વધુ કમાણી કરે છે.
રાજસ્વ ઘણુ મળે છે
ફિફા (ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોશિએશન ફૂટબોલ)ની કમાણી કેટલીક ટૂર્નામેન્ટ આયોજિત કરીને થાય છે. 2010થી 2013ના અંત સુધી ફિફાને આવા આયોજનોથી આશરે 5.70 અબજ ડોલરની કમાણી થઇ છે. ગત વર્ષે 2014ના વર્લ્ડકપના આયોજનથી ફિફાને 2.60 અબજ ડોલરનો ફાયદો થયો હતો.આ વર્લ્ડકપનો ફાઇનલ મુકાબલો જર્મની અને આર્જેન્ટિના વચ્ચે થયો હતો. ફિફા અનુસાર આશરે એક અબજ લોકોએ ફાઇનલ મુકાબલો નિહાળ્યો હતો.
મીડિયા રાઇટ્સ્ દ્વારા કમાણી
ટીવી રાઇટ્સ વેચીને પણ ફિફાને ભારે કમાણી થાય છે. ગત વર્ષે બ્રાઝીલ વર્લ્ડકપમાં ફિફાને 2.40 અરબ ડોલર ટીવી રાઇટ્સ વેચીને મળ્યા હતા. તે સિવાય ફિફા માર્કેટિંગ રાઇટ્સ પણ વેચે છે અને આ ઇનકમ ટીવી રાઇટ્સના મળીને આશરે 4 અરબ ડોલર હોય છે.
ટિકિટ વેચાણની ધૂમ
ફિફાને ટિકિટોના વેચાણથી પણ કરોડો રૂપિયા મળે છે. જો ગત વર્લ્ડકપની વાત કરવામાં આવે તો ફિફાને આ આયોજનથી ટિકિટ વેચાણથી 52.7 કરોડ ડોલરની કમાણી થઇ હતી જે અન્ય રમતોના આયોજનથી ઘણી વધુ છે. દક્ષિણ અમેરિકન ગેમ્સ માટે 1.10 કરોડ ટિકિટ્સની માંગ હતી, જેની માત્ર 1/3 જ ટિકિટ આપવામાં આવી શકે.
સ્પોન્સરશિપ દ્વારા પૈસા
સ્પોન્સરશિપથી ઘણી કમાણી થાય છે. ગત વર્ષ સુધી એડિડાસ, કોકા-કોલા, હ્યૂંડાઇ, એમિરેટ્સ, સોની અને વીસા તેના મુખ્ય સ્પોન્સર હતા. ગત વર્ષે એમિરેટ્સ અને સોનીએ પોતાનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નહતો કરાવ્યો. હવે રશિયાની કંપની ગ્રેજપ્રોમ પણ મુખ્ય સ્પોન્સર છે. 2011થી 2014 વચ્ચે સ્પોન્સરશિપથી ફિફાને 1.60 અરબ ડોલર મળ્યા હતા.
ફિફાના અ્ધ્યક્ષ સેપ બ્લેટર, જેમને તાજેતરમાં જ રાજીનામું આપ્યુ
… અને આ છે ફિફાના મુખ્ય ખર્ચા
* ગત વર્ષે ફિફાએ વેતનના રૂપમાં પોતાના કર્મચારીઓને 8.8 કરોડ ડોલર આપ્યા હતા. જેમાંથી 4 કરોડ ડોલર તો તેને માત્ર ટોપ 13 એક્ઝિક્યૂટિવ વચ્ચે વેચ્યા હતા. જો કે ક્યા ટોપ એક્ઝીક્યૂટિવને કેટલા રૂપિયા આપવામાં આવ્યા તે ફિફાએ જણાવ્યુ નહતું.
* ફૂટબોલને ભાર આપવા માટે ફિફા ઘણા રૂપિયા ખર્ચ કરે છે.2011થી 2014 વચ્ચે ફિફા ફૂટબોલને ભાર આપવા માટે આશરે એક અરબ ડોલર ખર્ચ કર્યા હતા. આ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા, સ્પોર્ટિંગ ફેસિલિટિઝ વધારવા, ઇક્વિપમેન્ટ ખરીદવા અને સ્પોર્ટ્સ એજ્યૂકેશન પર ખર્ચ કરવામાં આવ્યા છે.
1974થી ફિફા બની રૂપિયા કમાવવાની મશીન
* ફિફા 1974થી રૂપિયા કમાવવાની મશીન બની હતી. આ સમયે એડિડાસ કંપનીએ ફિફામાં કમાણીની સંભાવનાને જોઇ અને કરાર કરી સ્પોન્સરશિપ મેળવી હતી. તે સમયે ફિફાનું મુખ્ય સ્થાન બ્રાઝીલનું જોઆઓ હેવેલેજ હતું. આ સ્પોન્સરશિપને કારણે ફૂટબોલ અને એડિડાસ કંપનીની માર્કેટિંગ થઇ હતી અને રૂપિયા વરસવા લાગ્યા હતા. કંપની વર્લ્ડકપનો ઓફિશિયલ લોગોનો પણ ઉપયોગ કરતી હતી.
* જ્યૂરિખમાં ફિફા એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે રજિસ્ટર્ડ છે. તેનું સંચાલન સ્વિસ લો અંતર્ગત થાય છે. સંસ્થાને ફૂટબોલના આયોજનથી જે પણ રૂપિયા મળે છે તેનો તે ફૂટબોલના વિકાસ પર ખર્ચ કરે છે. તેની રચના 1904માં થઇ હતી અને આજે તે 111 વર્ષ જૂની સંસ્થા છે.
* 209 નેશનલ એસોશિએટ્સ છે ફિફાના તે સમયે. ફિફાએ પોતાની રચના બાદ પ્રથમ મોટુ આયોજન 1908માં લંડન ઓલમ્પિક દરમિયાન કર્યુ હતું. તેનું હેડ ક્વાર્ટર સ્વિત્ઝરલેન્ડના જ્યૂરિખમાં છે. ફિફા એસોશિએશન ફૂટબોલ સિવાય ફૂટસાલ અને બીચ સોકરની પણ ગવર્નિંગ બોડી છે.
આવુ છે ફિફાનું કંટ્રોવર્શિયલ મોડલ
ફિફાનું લીગલ સ્ટેટસ આવુ છે, જેને કારણે તેને ટેક્સમાં ઘણી રાહત આપવામાં આવે છે. ફિફાએ માત્ર ચાર ટકાના દરથી ટેક્સ આપવુ પડે છે. કેટલાક લોકોનું કહેવુ છે કે આ સંસ્થા દર વર્ષે કરોડો રૂપિયા ફૂટબોલ દ્વારા કમાય છે પરંતુ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનને કારણે તેને ટેક્સ ભરવો પડતો નથી. જે પણ દેશ વર્લ્ડકપનું આયોજન કરે છે તેને ખુદ જ આ ખર્ચ ઉઠાવવો પડે છે. તેના બદલે હોસ્ટ કરનારા દેશને ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. ઉદાહરણ માટે જ્યારે જર્મનીએ 2006માં વર્લ્ડકપનું આયોજન કર્યુ હતુ તો તેને 27.2 કરોડ ડોલરની ટેક્સમાં રાહત આપવામાં આવી હતી.કેટલાક લોકો તેને ઘણો વિવાદીત મોડલ માને છે અને કહે છે કે જ્યારે આટલી કમાણી છે તો તેમને ટેક્સ ભરવો જોઇએ.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર