અજાયબીઓ ઓ ફક્ત સાત પ્રકારની જ નથી પણ આજે અહી એવી જગ્યાઓને દર્શાવવમાં આવી છે જેને અજાયબીઓ ની કેટેગરીમાં શામેલ કરવામાં આવી છે. ચાલો જાણીએ આવા સ્થળો વિષે….
બેનાઉં રાઈસ ટેરેસીસ, ફિલિપાઇન્સ
200 વર્ષ પહેલાં બનાવેલ આ ચોખાના ખેતરને ફિલિપાઇન્સ વિશ્વની ૮ મી અજાયબી માને છે. આ ખેતરની ખાસ વાત એ છે કે અહીના ચોખાને પહાડો પર બનાવવામાં આવ્યા છે.
બાગાન, મ્યાનમાર
બાગાન બર્માના માંડલે ક્ષેત્રમાં સ્થિત છે. આ એક પ્રાચીન શહેર છે. ૧૧ મી અને ૧૩ મી સદી સુધી આ રાજ્યની ઊંચાઈ દરમિયાન અહી ૧૦,૦૦૦ થી વધારે બોદ્ધ મંદિર, પેગોડા અને આશ્રમો હતા. જોકે, ૨૨૦૦ થી વધારે મંદિરો અને પેગોડાના અવશેષો અત્યારે પણ વર્તમાન માં જીવિત છે. આ પર્યટન ઉદ્યોગ માટે એક મુખ્ય આકર્ષણ છે. આને કંબોડિયામાં અંગકોર વાટ માટે આકર્ષણના રૂપે જોવામાં આવે છે.
મધ્ય મ્યાનમારમાં બુદ્ધિષ્ટ મંદિર અને પેગોડા 100 વર્ગ ચોરસ કિ.મી. માં ફેલાયેલ છે. અહીના ઘણા બધા મંદિરો ભૂકંપને કારણે નષ્ટ થઇ ચુક્યા છે. બાગાન ના મંદિરો અને પેગાડા પર્યટકોને આશ્ચર્યચકિત કરી મુકે છે.
મેટોરા, ગ્રીસ
થસ્સલય નું મેટોરા દુનિયાભર માં પોતાના સૌથી વધારે મઢ (આશ્રમો) ને કારણકે ફેમસ છે. અહી ૬ મઢ ઊંચા ખડકો પર બનેલ છે, જે એક અદભૂત નજારો વ્યક્ત કરે છે. આ જ કારણે યુનેસ્કો એ આને નેશનલ હેરિટેજ માં સમાવેશ કરેલ છે.
ટનલ ઓફ લવ, યુક્રેન
આ જગ્યાને ‘ટનલ ઓફ લવ’ કહેવામાં આવે છે, જે યુક્રેન માં સ્થિત છે. યુક્રેનમાં આવેલ આ એક રેલલાઈન છે જે હરિયાળીથી છવાયેલ ગલીમાં છે. આ ખુબજ સુંદર અને અકલ્પનીય દ્રશ્ય પ્રકટ કરે છે. આ જગ્યા યુક્રેનની ખૂબ પ્રખ્યાત ટુરિસ્ટ પોઈન્ટ છે. આ લગભગ ૩ કિલોમીટર સુધી લાંબી છે. આ એક પ્રાઇવેટ રેલ્વે ટ્રેક છે જે વૃક્ષોથી સંપૂર્ણ રીતે આ પ્રકારે (તસ્વીરમાં) ઠકાયેલ છે.
અન વિષે એક એવી ખાસ માન્યતા છે કે અહી તમે તમારા સાથીનો હાથ પકડીને ચાલો તો તમારી બધી જ મનોકામનાઓ પૂરી થાય. આ રેલ્વે ટ્રેક ફાયર બોર્ડ ફેક્ટરીનો છે. એક ટ્રેન દિવસમાં ત્રણ વખત ફેક્ટરીને વુડ સપ્લાય કરે છે. બાકીના બચેલા સમયમાં આ ટ્રેક કપલ્સ અને નેચરલ લવિંગ માટે કામમાં આવે છે. આ ટનલની ખાસ વાત એ છે કે તે વર્ષમાં ત્રણ વખત પોતાનો અલગ અલગ રંગ બદલે છે.
જયારે વસંતઋતુ આવે ત્યારે આ રેલ્વે ટ્રેક હરિયાળી થી છવાયેલ રહે છે જેમકે વસંતઋતુમાં લીલો, ઉનાળામાં કથ્થઈ અને શિયાળામાં આ ટનલ સમગ્ર રીતે બરફથી ઢંકાઈ જાય છે.
આ સ્પેસ કપલ્સમાં પ્રખ્યાત હોવાને કારણે આને ‘ટનલ ઓફ લવ’ કહેવાય છે. અહી કપલ્સ રોમેન્ટિક ફોટાઓ પડાવે છે.
બરફ મહેલ, કોલોરાડો
પ્રજાપતિ બ્રેંટ ક્રીસ્ટેનસેન ગુફા અને બરફની સાથે આખો મહેલ પોતાના પરિવાર માટે પોતાના ઘરની પાછળ તૈયાર કરવાનો વિચાર કરી રહ્યું હતું. પરિણામે એક જાદુઈ અને અજીબ ઘટના ઘટી.
ડીમેંટીના નેશનલ પાર્ક, બ્રાઝીલ
જમીનથી 100 ફૂટ નીચે બનેલ આ પાર્કમાં તમે વૃક્ષોના મૂળને સાફ સાફ જોઈ શકો છો. સૂર્યના કિરણો જયારે નાના છિદ્ર રૂપે અંદર આવે છે અને આ છીદ્રો પાણી પર પડે ત્યારે તેનો વાદળી રંગ ચારેકોર ફેલાવી દે છે.
Red બીચ, ચાઇના
ચીનના પંજીનમાં આવેલ Red બીચ ચીનમાં સૌથી વધારે પર્યટકો દ્વારા જોવામાં આવતી જગ્યાઓ માંથી એક છે. દરવર્ષે અહી લાખો પ્રવાસીઓ આવે છે. આ એક sea-beach છે જ્યાં વાસ્તવમાં કોઈ beach નથી. પરંતુ આ સમુદ્રની ઉપર ઉગેલી seaweed (સમુદ્રી સેવાળ) છે, જે વસંતઋતુમાં લાલ અને ઉનાળામાં લીલા ચાદર ઓઢી લે છે.