વિશ્વ ના સૌથી મોટા Traffic

વધતી જતી વસ્તી અને બદલાતી લાઇફ સ્ટાઇલને કારણે આજે મોટાભાગના લોકો વાહન ધરાવતા થઇ ગયા છે, જેમાં નાની-મોટી કારોની સંખ્યામાં રોજ ઘણી ઝડપે વધારો થઇ રહ્યો છે. જોકે આ સુવિધાની સામે ટ્રાફિક જામ એક મોટી સમસ્યા બની ગઇ છે જેને કારણે એક શહેરમાં જ ઘણી વખતે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતા કલાકો લાગે છે.

આજે અમે આપની સમક્ષ વિશ્વના ઇતિહાસમાં નોંધાયેલા સૌથી મોટા 7 ટ્રાફિક જામની યાદી રજૂ કરી રહ્યાં છીએ, જેમાં લોકો ઘણા લોકો 12 કલાક તો ઘણાએ 12 દિવસ સુધી ટ્રાફિકમાં વિતાવ્યા હતા. આ ટ્રાફિક જામ પાછળ મુખ્ય કારણ ઘણીવાર હવામાન હોઇ છે તો અમુક સ્થળોએ ટ્રાફિક મેનેજમેન્ટ સ્કિલ્સના અભાવે લોકોએ હાલાકી ભોગવવી પડે છે.

એટલાન્ટામાં થયેલા ટ્રાફિક જામમાંથી 12 કલાકે લોકો આગળ વધી શક્યા હતા.

1. એટલાન્ટા (જાન્યુઆરી-2014)

7 of the world's biggest traffic jam somewhere, somewhere in the 12 to 12 hour days trapped people

આશરે 10 લાખ વાહનો જેમાં કાર, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને અન્ય વાહનો સાથેના આ ટ્રાફિક જામમાં લોકો 12 કલાક સુધી ફસાયેલા રહ્યાં હતા.

2. સાઓ-પાઓલો (નવેમ્બર- 2013)

બ્રાઝિલિયન શહેરનો સૌથી લાંબો ટ્રાફિકજામ નવેમ્બર 2013માં નોંધાયો હતો. આ ટ્રાફિક જામને કારણે 192 માઇલ (આશરે 309 કિલોમીટર) લાંબી વાહનોની લાઇન લાગી હતી.

3. મોસ્કો (નવેમ્બર-2012)

7 of the world's biggest traffic jam somewhere, somewhere in the 12 to 12 hour days trapped people

ભારે હિમવર્ષાને કારણે મોસ્કોના એમ-10 હાઇવે પર મોટી સંખ્યામાં વાહનો ફસાઇ ગયા હતા. ખરાબ વાતાવરણને કારણે ત્રણ દિવસ સુધી લોકો ટ્રાફિકમાં જ ફસાયેલા રહ્યાં હતા. જેને કારણે 125 માઇલ (201 કિલોમીટર) લાંબી વાહનોની લાઇન લાગી ગઇ હતી.

4. શિકાગો (ફેબ્રુઆરી-2011)

ફેબ્રુઆરી 2011માં હિમવર્ષાને કારણે શિકાગો આખુ 20 ઇંચના બરફના થરોથી ઢંકાઇ ગયું હતું. આ હિમવર્ષાને કારણે લેક શોર ડ્રાઇવ પર ઘણા અકસ્માત થયા હતા અને તે કારણે મોટો ટ્રાફિકજામ થતા લોકો 12 કલાક સુધી તેમાં ફસાયેલા રહ્યાં હતા.

5. બેઇજીંગ (ઓગષ્ટ-2010)

7 of the world's biggest traffic jam somewhere, somewhere in the 12 to 12 hour days trapped people

બેઇજીંગમાં થયેલો આ રેકોર્ડ ટ્રાફિકજામ ખરાબ વાતાવરણને કારણે નહીં પણ પિક અવર્સમાં કરવામાં આવતા રોડના કામને કારણે સર્જાયો હતો. આ કામને કારણે ઘણી ગાડીઓ ટ્રાફિકજામને કારણે 62 માઇલ (100 કિલોમીટર) લાંબી વાહનોની લાઇન લાગી ગઇ હતી. આ ટ્રાફિકજામને કારણે 12 દિવસ સુધી લોકો તેમાં ફસાયેલા રહ્યાં હતા. સામાન્ય રીતે બેઇજીંગ-તિબેટ એક્સપ્રેસ વેને પાર કરતા લોકોને 3 દિવસનો સમય લાગે છે.

6. હ્યુસ્ટન (સપ્ટેમ્બર 2005)

જ્યારે 20 લાખ લોકો વાવાજોડાથી બચવા માટે એક સાથે શહેર છોડીને સલામત સ્થળે જઇ રહ્યાં હતા, તે સમયે 159 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

7. બેથેલ (ઓગષ્ટ-1969)

7 of the world's biggest traffic jam somewhere, somewhere in the 12 to 12 hour days trapped people

પાંચ લાખ જેટલા મ્યૂઝિક પ્રેમીઓ જ્યારે માર્ગ પર ઉતરી આવ્યા હતા ત્યારે 10 માઇલ (16 કિલોમીટર) લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને તે ત્રણ દિવસ સુધી રહ્યો હતો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,642 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 7 =