વિશ્વમાં રહેવા માટે સૌથી શ્રેષ્ઠ અને યોગ્ય સ્થળ એ જ છે, જ્યાં તમને શાંતિ અને આનંદ મળે. આ વાત વિશ્વના તમામ દેશોને લાગુ પડે છે. તાજેતરમાં જ વ્યવસ્થા, વાતાવરણ અને હવામાનને આધારે 5 દેશોને રહેવા માટેના સૌથી શ્રેષ્ઠ દેશોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ દેશોના લોકો પ્રમાણમાં વધારે ખુશ જોવા મળે છે. જોકે આ યાદીમાં ભારત અને ચીન જેવા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશને સ્થાન આપવામાં આવ્યું નથી.
ઓસ્ટ્રેલિયા
આ યાદીમાં ઓસ્ટ્રેલિયાને સૌથી શ્રેષ્ઠ ખાસ કરીને મેલબોર્નને રહેવા માટેનું ઉત્તમ શહેર જાહેર કરવામાં આવ્યું છે. અહીનું હવામાન અનુકૂળ હોય છે. સુંદર બીચો, બોટિંગ અને ભોજન અહીંની વિશેષતાઓ છે. ગ્રેટ એશિયન રોડથી કોસ્ટલ ડ્રાઇવના રોમાંચક અનુભવની સાથે જ બ્લૂ માઉન્ટેન નેશનલ પાર્કનો પૈનોરેમા વ્યૂ આકર્ષિત કરે છે.
ભૂતાન
વિશ્વનો એકમાત્ર દેશ, જેને ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ગણતરી માટે ઓળખવામાં આવે છે. મઠોની ભૂમિ ઉપરાંત તિબ્બતી-ભૂટાની સંસ્કૃતિ મુખ્ય આકર્ષણ છે. આકર્ષક બજાર, હિમાલયનું સૌંદર્ય અને હળીમળી જતા લોકો આ દેશને રહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવે છે. ત્યાં બૂમો પાડવાની મનાઇ હોવાને કારણે શાંત વાતાવરણનો અનુભવ થાય છે.
ફિનલેંડ
શિયાળામાં મોટાપ્રમાણમાં હિમવર્ષા અને સામાન્ય ગરમીને કારણે વાતાવરણને વિપરીત નથી ગણવામાં આવતું. ફિનલેંડ આર્કિટેક્ચર, ડિઝાઇન અને મ્યૂઝિક માટે જાણીતું છે. આ દેશના લોકોને શાંત રહેવું ગમે છે. અહીંના સટમલિના (વિશ્વ ધરોહર) અને સેઉરાસારી આઇલેન્ડને ત્યાંના મ્યૂઝિયમ, શિપયાર્ડ અને પ્રાચીન મકાનોને કારણે ઘણી પ્રસિદ્ધિ મળે છે.
કોસ્ટારિકા
આ દેશને પણ સૌથી આનંદી જીવન પસાર કરનારા લોકોના દેશની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જંગલોમાં એડવેંચર સ્પોટ, જ્વાળામુખી, નેશનલ પાર્ક અને સુંદર સમુદ્ર કિનારો અહીની જીવનશૈલીનો ભાગ છે. આરેનલ અને પોઆ વોલ્કેનો મુખ્ય આકર્ષણ છે. મોન્ટેવેર્દે ક્લાઉડ ફોરેસ્ટ રિઝર્વમાં વાઇલ્ડ લાઇફને નજીકથી જોઇ શકાય છે.
વિયેતનામ
બોદ્ધ ધર્મને અનુસરતા અહીંના મોટાભાગના લોકો જીવનશૈલી અને રોજીંદા જીવનથી ઘણા સંતુષ્ટ હોય છે. દેશની સુંદરતા અને પ્રાચીન સંસ્કૃતિનો ખજાનો અહીના લોકોના આનંદનુ મુખ્ય કારણ છે. લોકોના વ્યવહારમાં કોઇના પ્રત્યે કોઇ ફરિયાદ નહિવત જોવા મળે છે. હનોઇ અને હો ચી મિન્હ શહેર પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસથી ભરપૂર છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર