વિશ્વના ૧૦ એવા રહસ્યો જે આજ સુધી ઉકેલી શકાયા નથી

મનુષ્ય આજે ધરતી થી ચંદ્ર અને મંગળ જેવા ગ્રહો સુધી પોહચી ગયો છે. તે છતાં પણ તેના આજુ બાજુ એવી કેટલીય રહસ્યમય વાતો છે, જે આજ સુધી પણ ઉકેલી સકાઈ નથી. તો આજે હંમે તમને ૧૦ એવી રહસ્યમય વાતો બતાવવાના છે જે જાણી ને તમે ચોંકી જશો.

૧. તાઓસ હમ્મ (ગુંજ)
ન્યુ મેક્સિકો ના આ ખુબજ સુંદર અને નાના શહેર “તાઓસ” ના વિશે કેહવામાં આવે છે કે આ શેહેર ના બહારના વિસ્તાર માં ડીઝલ એન્જિન ના ચાલવાની અવાજો સંભળાઈ છે. આ અવાજો ને લોકો ને સ્પષ્ટરૂપે સંભળાય છે. પણ કોઈ પણ ડિટેક્ટીવ મશીન આ અવાજો ને પકડી શકી નથી. આ અવાજો “તાઓસ હમ્મ” ના નામ થી ઓળખાય છે.

taos humm

 

૨. બર્મુડા ટ્રાયએંગલ
બર્મુડા ટ્રાયએંગલ થી જાણીતી આ જગ્યા, મિયામી, બર્મુડા અને પોટો રિકો ના વચ્ચે આવેલ છે. આ વિસ્તાર માંથી પસાર થતા પાયલોટ જણાવે છે કે અહી કેટલાયે પ્લેન અને શિપ તે જગ્યાથી ગાયબ થઇ ચુક્યા છે. લોકો નું માનવું છે કે આનું કારણ એલિયન્સ અને વાયુ દબાણ છે પણ આના પાછળ નું સાચું કારણ આજ સુધી કોઈ જાણી નથી શકાયું.

bermuda-triangle-mystery

 

૩. વોંયનિશ લિપિ
માણસ વિજ્ઞાન અને ટેકનોલોજી માં આટલી બધી શોધ ખોળ કરવા છતા કોઈ પણ આ લિપિ ને આજ સુધી વાંચી નથી શક્યું. આના વિષે જે કંઇ થોડી ઘણી જાણકારી મળી છે તે માત્ર પુસ્તકો પર બનેલી તસ્વીરો જ છે.

viyonich lipi

 

૪. જેંક ધ રીપર
“જેંક ધ રીપર” નું નામ હમણાં સુધી કેટલીય ફિલ્મો માં, નાટકો માં, સીરીઅલ્સ માં સંભાળવામાં આવ્યું છે. ૧૮મી સદી માં આ કુખ્યાત ખૂની એ લંડન ના પૂર્વ વિસ્તાર માં ૧૧ મહિલાઓ ને મારી નાખી હતી. બધી મહિલાઓ તે સમયની વેશિયાઓ હતી. આ ખૂની મહિલાઓ ના શરીર ને એવી હાલત કરતો હતો કે કોઈ પણ તેમને ઓળખી નાં શકે. પણ આશ્ચર્ય ની વાત તો એ છે ક આ ખૂની ક્યારેય પકડાયો નહિ.

jack1

 

૫. ક્રિષ્ટોસ
વજિનયા, લાંગલે ના સી.આઈ.એ. મુખ્ય મથક ની બહાર એક પ્રતિમા ઉભી છે. જેની સપાટી પર કોડેડ ખોદકામ કરવામાં આવ્યું છે. આ સુંદર પ્રતિમા ને જિમ સન બોર્ન દ્વારા બાંધવામાં આવી હતી. જેના માધ્યમથી તે બતાવવા ઈચ્છતા હતા કે કોઈ પણ વસ્તુ ને પેટર્ન અને કલુ થી ડિકોડ કરી શકાય છે. અહી ૪ ભાગમાં ખોદકામ થયું છે, જેના ૩ ભાગના અર્થોં કાઢી નાખવામાં આવ્યા છે પણ ચોથા ભાગ નો અર્થ સી.આઈ.એ. ના તેજસ્વી દિમાગવાળાઓ પણ જાણી નથી શક્યા.

Kryptos_sculptor

૬. શેફર્ડ મોન્યુમેન્ટ ઇન્સક્રિપ્સન
ઈંગ્લેંડ, સ્ટેફોર્ડશાયર માં એક પ્રતિમા છે, જેના પર થયેલ હસ્તલેખન ને આજ સુધી તેજસ્વી થી તેજસ્વી દિમાગવાળાઓ પણ સમજી નથી શક્યા જોકે આ મોન્યુમેન્ટ ને ૧૮મી સદીમાં જ બનવામાં આવ્યું હતું. પણ ત્યાં મળેલ હસ્તલેખન ને આજે ૨૫૦ વર્ષો પછી પણ ઉકેલી શકાઈ નથી.

Shepherd’s Monument Inscription

 

૭. તમમ શૂદ
૧૯૪૮ ના ડિસેમ્બર મહિના માં ઓસ્ટ્રેલિયા ના એડીલેડ માં આવેલા સમુદ્ર કિનારા પર એક માણસ ની લાશ મળી આવી હતી. આ માણસ ના ખિસ્સામાંથી એક કાગળ મળી આવ્યું, જેમાં “તમમ શૂદ” લખ્યું હતું. આ શબ્દો નો અર્થ ઓમર ખેય્યામ ના મતે ‘અંત’ મળ્યું. પણ આખી દુનિયા ના લોકો અને સરકાર માટે આ માણસ ની મૌત અને ઓળખ એક પહેલી જ છે.

Taman Shud code 8

 

૮. રાશી પત્ર વાળો ખૂની
૧૯૬૦ અને ૧૯૭૦ ના દસક માં સેન ફ્રાન્સીસ્કો ના ખાડી વિસ્તાર માં એક ક્રિમિનલ હતો, જેને પોલીસ અને પ્રેસ રાશી ખૂની તરીકે ઓળખતી હતી. આ ખૂની પોલીસ અને પ્રેસ ને એવા એવા મગજ ખરાબ કરી દેવ વાળા પત્ર લખતો હતો કે બધા હેરાન થઇ જતા હતા. તેના દ્વારા મોકલવામાં આવેલા ૪ પત્રો માંથી ૧ નો તો અર્થ લોકો કાઢી શક્યા પણ બાકી ૩ પત્રો ના અર્થોં લોકો માટે આજ સુધી રહસ્ય જ છે.

Zodiac killer

 

૯. જોર્જિયા ગાઈડસ્ટોન્સ
અમેરિકા ના સ્ટોનહેજ તરીકે ફેમસ આ ગાઈડસ્ટોન્સ જે એલબર્ટ કાઉન્ટી માં સ્થિત છે જેના વિષે પણ કેટલીક રહસ્યમય વાતો બનેલી છે. જોકે આને ૧૯૭૯ માં જ બનાવવા માં આવ્યું છે. આની દીવાલો પર ૧૦ નવા આદેશો અંગ્રેજી, સ્વાહિલી, હિન્દી, હિબ્ર્યું, અરબી, ચાઇનીઝ, રશિયન અને સ્પેનીશ માં લખવામાં આવ્યા છે. પણ આને અજુ સુધી સમજી શકાયું નથી આ શામાટે અહી લખ્યું છે.

Georgia Guidestones

 

૧૦. રોંજોરોંજો
રહસ્યમય ઇસ્ટર દ્રીપ પર જ્યાં મોઈ સ્થાપિત છે ત્યાં એક નકશી કામ કરેલી લાકડી ઉભી છે. જેણે લોકો રોંજોરોંજો કહે છે. આ નકશીદાર લાકડી પર શું લખવામાં આવ્યું છે તે આજ સુધી કોઈ જાણી નથી શક્યું, જો કે આ દ્રીપ પર એક જમાના માં થયેલા રમખાણો ની વાતો લખી છે એવી શક્યતા છે.

Rongorongo

Comments

comments


18,679 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 1