વિશ્વના અપરિચિત સ્થળો, જેની હકીકત પણ છે અસામાન્ય!

u3_1427183236-1

જો તમને ભીડવાળા સ્થળોએ ફરવાનું પસંદ નથી તો તમારા માટે એવા સ્થળોની ઉણપ નથી, જે વિશે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આજે અહીં વિશ્વના એવા સ્થળો અંગે જણાવી રહ્યા છીએ જે સૌથી અલગ છે અને જેને જોઇને તમને લાગશે કે ખરેખર જ આવા સ્થળો અન્ય ક્યાંય નથી. તમે આ સ્થળોએ ઇચ્છો એટલો સમય રહો, અહીંની પ્રાકૃતિક સુંદરતાથી તમારું મન નહીં ભરે.

ટર્કીનું પૈમુક્કલે

ટર્કીનું પૈમુક્કલે વિશ્વની સૌથી સુંદર અને આશ્ચર્યનજક સ્થળોમાંથી એક છે, જેને જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. ગરમીના વાતાવરણમાં એવું લાગે છે કે પૈમુક્કલેનું વિસ્તર વધી રહ્યું છે. અહીંની સાંજ અત્યંત આકર્ષક હોય છે, ભાગદોડવાળા જીવનથી ખુલીને શ્વાસ લેવામાં અને પોતાને રિલેક્સ કરવા માટે આ અત્યંત સુંદર સ્થળોમાંથી એક છે. અહીં જવાની સાથે તમે ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યમાં એવા ખોવાઇ જાઓ છો કે તમે અન્ય કોઇ ચીજની કલ્પના કરી શકતા નથી અને સાથે અહીંની શાંતિ છોડીને જવાની પણ તમને ઇચ્છા થતી નથી. આ સુંદર સ્થળો પર જીવનમાં એકવાર તો ચોક્કસથી જવું જોઇએ.

પ્રોવિડન્સ કેન્યાન, જ્યોર્જિયા

t6_1426998027

 

જ્યાં સુધી તમે અહીં જશો નહીં ત્યાં સુધી તમે એ બાબતે વિશ્વાસ નહીં કરી શકો કે, દક્ષિણ સંયુક્ત અમેરિકાના જ્યોર્જિયામાં પ્રોવિડન્સ ઘાટીમાં પ્રાકૃતિક વાતાવરણનો ખજાનો જોવા મળશે. અહીં એક સ્થળ છે શેડ્ય ઓફ ટાઉપે, જેની ભૂરી અને ઘઉંવર્ણા રંગની ચટ્ટાનની દિવાલો અત્યંત સુંદર બનાવી દે છે. અહીંના પાતળા વૃક્ષો ઘાટીમાં ફેલાયેલા છે જે ટૂરિસ્ટ્સને આશ્ચર્યજનક લાગે છે. કારણ કે એ સમજી નથી શકાતું કે આ વૃક્ષો આટલા પાતળા કેવી રીતે વધે છે.

u1_1427183284

આ છે હિંદમહાસાગરનો રાતનો નજારો. તેને ગ્લોઇંગ ઓશિયન નિયોન પણ કહેવામાં આવે છે. રાતમાં રેતીની અંદર કિટાણુઓના કારણે પાણી બ્લૂ કલરની સાથે ચમકે છે.

સોકોટ્રા, યમન

t7_1426997998

યમનના સોકોટ્રા અંગે તમે ક્યારેય સાંભળ્યું છે, ઉજ્જડ ભૂમિ, રણ પર મશરૂમના શેપમાં વૃક્ષોને જોઇને તમે દંગ રહી જશો. આખરે આ ઉજ્જડ ભૂમિ પર કેવી રીતે આ પ્રકારના છોડ ઉગી રહ્યા છે, આ સવાલ દરેક ટૂરિસ્ટ્સના મનમાં ઉઠે છે. અહીં સૌથી વધારે મશરૂમના વૃક્ષો જ જોવા મળશે. જેની સુંદરતા જોઇને તમે તેના વખાણ કર્યા વગર નહીં રહી શકો.

u5_1427183284

વેલ્સનો વાળ જેવો બરફ જે અનોખું સૌંદર્ય આપે છે. અને એક અલગ જ અહેસાસ પણ પર્યટકોને કરાવે છે.

કોરોનેશન સ્ટ્રી, પ્રોવિડન્સ, માઇને

t10_1426997999

જો તમને જૂની સડકો અને સાંકડી ગલીઓમાં ફરવાનું પસંદ છે તો તમે સંયુક્ત રાજ્ય અમેરિકાના પૂર્વ તટ પર સ્થિત પ્રોવિડન્સની માઇન સડકો પર અને અહીંની ગલીઓમાં ફરી શકો છો. અહીંથી પસાર થતી વખતે તમે કીચડથી ભરેલા પોખર, ઉભરાયેલી માટી અને ઘસાયેલા પત્થરોના રસ્તાથી રૂબરુ થશો. અહીં ફરવાનું તમારા માટે એક ખાસ અનુભવ થશે, કારણ કે દુનિયામાં આ પ્રકારના વિચિત્ર સ્થળો છે, જેને પર્યટકો ખાસ્સા પસંદ કરે છે. અહીં અજીબ પ્રકારના લેન્ડમાર્ક છે, જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો.

u2_1427183285

આ છે દ સ્પોટેડ લેક. તે કેનેડામાં આવેલો છે. તેનું સોંદર્ય જ અનોખું છે.

કેયાહિકાવેલો, લાનાઇ

t4_1426997997

આ સ્થળ પર તમને જઇને એવું લાગશે જાણે કોઇએ ચંદ્રમાને કોઇ ઉંડી ખીણમાં પાડી દીધો હોય. આ સ્થળ અત્યંત ઉજ્જડ અને ભૂતિયા જેવી છે. અહીં ચારેતરફથી લાલ માટીના ઢૂંવા અને ઝાડીઓ છે. તેમ છતાં અહીં ઘણાં પર્યટકો આવે છે. અહીં જંગલમાં હરવા ફરવા માટે ઘણી સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂરિસ્ટ્સ અહીં ખૂબ જ એન્જોય કરે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,889 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 17