* વિરાટ કોહલીને સચિન તેંડુલકરનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. વિરાટ કોહલીનો જન્મ ૫ નવેમ્બર ૧૯૮૮ માં થયો હતો. તેમના પિતાનું નામ પ્રેમ કોહલી અને માતાનું નામ સરોજ કોહલી છે. તેમના મોટા ભાઈનું નામ વિકાસ અને બહેનનું નામ ભાવના છે.
* ડીસેમ્બર ૨૦૦૬ માં કોહલી રંજી ટ્રોફી ના એક ખાસ ટેસ્ટ મેચમાં કર્નાટક વિરુદ્ધ રમી રહ્યા હતા. આ ટેસ્ટ મેચના બીજા જ દિવસે તેમના પિતા પ્રેમ કોહલીનું મૃત્યુ થયું હતું અને આગલા દિવસે તેમનો અંતિમ સંસ્કાર હતો.
* વિરાટે કર્નાટકની મેચમાં પહેલી ઇન્નીંગમાં ૪૪૬ રન બનાવ્યા હતા.
* વિરાટ કોહલીને બાળપણમાં તેમના કોચ અજિત ચૌધરીએ એક નીક નામ આપ્યું હતું, આ નામ ‘ચીકુ’ હતું.
* વિરાટ કોહલી ટેટુ ના ખુબ શોખીન છે. તેમણે ચાર વાર ટેટુ બનાવ્યા છે. સમુરાઈ યોધ્ધા વાળું ટેટુ તેમણે ખુબ પસંદ છે.
* અત્યારે ભારતીય ખેલાડીયો માં સૌથી વધારે સેન્ચ્યુરી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે એક દિવસની મેચમાં 52 બોલમાં 100 રન બનાવ્યા હતા.
* વિરાટ કોહલી પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્તરમાં ફેમસ ત્યારે થયા જયારે તેમની કપ્તાનીમાં ભારતીય અંડર-૧૯ ટીમે ૨૦૦૮ માં અંડર -૧૯ માં વિશ્વ પોતાના નામે કર્યું.
* કોહલી પોતાના ડ્રેસિંગ સેન્સ માટે પ્રખ્યાત છે. ‘GQ’ પુરુષોના ફેશન સંબંધિત એક આંતરરાષ્ટ્રીય મેગેઝીન છે. આ મેગેઝીને સાલ ૨૦૧૨ માં વિરાટ કોહલીને ’૧૦ સૌથી સારા કપડા પહેરતા પુરુષો’ માં શામેલ કર્યા છે. આ લીસ્ટમાં બરાક ઓબામાં પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે આ લીસ્ટમાં કોહલી ૩ સ્થાને છે જયારે ઓબામાં ૧૦ માં સ્થાને.
* હાલમાં તેઓ એક ડઝન કરતા પણ વધારે બ્રાંડ માટે પ્રચાર કરે છે. પોતાના નાનકડા કરિયરમાં વિરાટે ઘણા બધા મોટા રેકોર્ડો બનાવ્યા છે.
* ગર્લ્સમાં વિરાટ ખુબ ફેમસ છે તેથી તેમને લોહીથી લખેલ પત્ર મળે એ સામાન્ય વાત છે.
* બોલીવુડમાં તેમની ફેવરીટ અભિનેત્રી કરિશ્મા કપૂર છે.
* વિરાટને સ્વાદિષ્ટ ભોજન ખુબ પસંદ છે. જયારે તેઓ ઘરે હોય છે ત્યારે તેમની મમ્મીના હાથોથી બનેલ મટર બિરયાની અને ખીર પસંદ છે.
* કમાઈના મામલામાં વિરાટ ફક્ત ધોની થી જ પાછળ છે. ૨૦૧૫ ફોર્બ્સના રીપોર્ટ અનુસાર ઓક્ટોબર ૨૦૧૪ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ ના વચ્ચે કોહલીને ૧૦૪ કરોડ ૭૮ લાખની આવક થઇ હતી જયારે ધોનીની વર્ષદીઢ આવક ૧૧૯ કરોડની હતી.
* 2013 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાને હાથે તેમણે ‘અર્જુન એવોર્ડ’ આપ્યો હતો.
* સચિન તેંડુલકર અને સુરેશ રૈના સિવાય વિરાટ એક એવા બેટ્સમેન છે જેમણે પોતાના 22 મા જન્મદિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સેન્ચ્યુરી કરી હતી.
* માત્ર ૨૩ વર્ષની ઉમરમાં વિરાટ કોહલીએ આઈસીસી માં ‘ક્રિકેટર ઓફ ધ યર’ નો પુરસ્કાર 2012 માં જીત્યો હતો.
* ધોની, સચિન અને ગાંગુલી બાદ વિરાટ એકમાત્ર એવા ભારતીય ક્રિકેટર છે જેમણે લગાતાર વર્ષમાં ૧૦૦૦ થી વધારે વનડે રન બનાવ્યા હતા.
* કોહલી પોતાના નામે ગરીબ બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. જેનું નામ ‘વિરાટ કોહલી ફાઉન્ડેશન’ છે.
* વિરાટ કોહલી કાર ના ખુબ શોખીન છે. જયારે પણ તેમને સમય મળે ત્યારે તે પોતાના કારની સવારી કરે છે. તેમની પાસે ઓડી કારના બે મોડેલ છે, જેમાંથી એકની કીમત ૧ કરોડ ૮૭ લાખ અને બીજીની કીમત ૨ કરોડ ૯૭ લાખ છે.