વિરાટ કોહલીએ કરી શર્મનાક હરકત, રવિ શાસ્ત્રી એ કોહલીની હરકત પર ઉઠાવ્યો સવાલ

Virat Kohali angree Face

ટીમ ઇન્ડિયાના પ્રમુખ બેટ્સમેન અને ટીમના ઉપ કપ્તાન  હોળી પહેલા જ હોળીના રંગમાં દેખાયા. પર્થમાં મંગળવારે અભ્યાસ દરમિયાન કોહલી પોતાના પરનો કાબૂ ત્યારે ગુમાવી બેઠ્યા અને એક પત્રકારને ખરીખોટી સંભળાવી દીધી. જે જાણકારીઓ મળી રહી છે તે અનુસાર કોહલીએ અપશબ્દોનો પ્રયોગ કર્યો.

અભ્યાસ બાદ વિરાટ કોહલી જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જઇ રહ્યા હતા, તો તેઓ એક પત્રકારને જોઇને ભડકી ઊઠ્યા. વિરાટ કોહલીએ પત્રકારને અપશબ્દ કહેવાનું શરૂ કરી દીધું. પત્રકાર સાવ અચંબામાં પડી ગયો. તેને પોતાની ભૂલ સમજાઇ નહીં. બાદમાં માલૂમ પડ્યું કે કોઇ પત્રકારે વિરાટ અને અનુષ્કા  સાથે જોડાયેલ પહેલા કોઇ સમાચાર લખ્યા હતા જેને લઇને વિરાટ કોહલી નારાજ હતા. વિરાટને જ્યારે ખબર પડી કે તેમણે પત્રકારને ઓળખવામાં ભૂલ કરી છે તો તેમણે તે પત્રકાર પાસે માફી માંગી લીધી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટીમ નિર્દેશક રવિ શાસ્ત્રીએ કોહલી સાથે જાતે વાત કરી અને તેને જણાવ્યું કે તે પોતાનો કન્ટ્રોલ ના ગુમાવે કારણ કે ભારતના ભવિષ્યના કપ્તાનને સાર્વજનિક રીતે આવું વર્તન અશોભનીય છે.

Comments

comments


2,278 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 2