ક્રિકેટર ને કોઈ હિરોઈન સાથે ઈશ્ક કરવાની વાત કોઈ નવી નથી. ક્રિકેટ અને બોલીવુડ સાથે ‘લવ કનેક્શન’ નો સંબંધ પણ ખુબ જુનો છે. બોલીવુડ સ્ટાર્સ અને ક્રિકેટરોના અફેરની ચર્ચા હમેશા થતી રહે છે. આ અફેરમાં કોઈના સંબધો લગ્ન સુધી પહોચ્યા તો કોઈના તૂટી ગયા. પોતાની ડેટ અને અફવાહો ના કારણે બધા વિવાદનો હિસ્સો બન્યા છે. તો ચાલો જાણીએ કેટલીક ફેમસ જોડીયો વિષે…
હરભજન સિંહ અને ગીતા બસરા
ટીમ ઇન્ડિયાના બોલર હરભજન સિંહ અને ગીતા બસરાના પ્રેમના કિસ્સાએ પણ ભારતીય ક્રિકેટમાં ખુબ ચર્ચા મેળવી છે. હાલમાં આ જોડીએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આ જોડીએ એકબીજાના લગ્નની વાત સોશિયલ મીડિયામાં કરી હતી, જેથી ઘણા અવોર્ડ શો માં હરભજનની મજાક પણ ઉડી હતી.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
આ બંને જોડીની ચર્ચા અને અફવાહો ખુબજ ફેલાય હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે ૨ વર્ષના સારા સંબંધો રહ્યા. ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને સ્ટાર અભિનેત્રી અનુષ્કા શર્માની ચર્ચા વિરાટની હર ઈનીંગમાં અને અનુષ્કાની હર ફિલ્મ રીલીઝ પર થતી હતી. પરંતુ, હમણાં થોડા સમય પહેલા જ ખબર આવી હતી કે આ બંનેના સંબંધોનો અંત આવ્યો છે.
યુવરાજ સિંહ અને કિમ શર્મા
આ બંનેની પણ ખુબ ચર્ચામાં રહી. આ બંને એક સાથે ઘણી વાર કેમેરામાં સ્પોર્ટ પણ થયા. યુવરાજ પહેલેથી જ પોતાના લવ અફેર્સને કારણે ચર્ચામાં રહ્યો છે. યુવરાજ નું અફેર પ્રીતિ ઝીંટા, દીપિકા પદુકોણ, અસીન તો ક્યારેક નેહા ધૂપિયા સાથે રહ્યું. જોકે, કિમ શર્મા યુવરાજની માતાની પસંદગી ન હતી તેથી આ બંનેનું બ્રેકઅપ થયું.
ઝહીર ખાન અને ઈશા શર્વાની
આ બંને નું રીલેશન કોઈના થી છુપ્યું નથી. આ જોડીએ ૮ વર્ષના જુના સંબંધને કોઈ મજબૂરીને કારણે ખતમ કર્યું. આમણે તેમના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવ નો સામનો કર્યો છે. બધા લોકો આ જોડીથી લગ્નની અપેક્ષા કરી રહ્યા હતા પણ તેમણે પોતાના બ્રેકઅપની ખબર આપીને લોકોને ચોકાવી દીધા.
મહેન્દ્ર સિંહ ધોની અને દીપિકા પદુકોણ
લગ્ન પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે જોડાયું હતું. જોકે, ધોની હમેશા આનાથી બચતા આવ્યા છે. આ વિષે ના તો દીપિકાએ કઈ કહ્યું કે નાં તો ધોનીએ. આ બંનેના સંબંધ વધારે દિવસો સુધી ટક્યા નહિ અને અંતમાં ધોનીએ સાક્ષી રાવત સાથે લગ્ન કરી લીધા.
અમૃતા અરોરા અને ઉસ્માન અફઝલ
બોલીવુડની અનારકલી મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણી વાર કોઈ ઇવેન્ટ દરમિયાન એક સાથે સ્પોર્ટ થઇ હતી. એક વર્ષ દરમિયાન બંનેના સંબંધનો અંત આવ્યો.
શ્રીસંત અને રિયા સેન
મેચ ફિક્સિંગના વિવાદમાં સંપડાયા પહેલાં શ્રીસંત અને રિયા સેન વચ્ચે અફેર હતું. પરંતુ ત્યારબાદ આ બંનેનો સંબંધ તુટ્યો અને શ્રીસંતે ભુવનેશ્વરી કુમારી સાથે લગ્ન કરી લીધા.
મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાની
ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન અને સંગીતા બિજલાની ની જોડી ખુબ હિટ રહી. સંગીતા બિજલાની મોહમ્મદ અઝહરુદ્દીન ની પહેલી પત્ની છે. સંગીતા ઘણી વાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી અને તેનો પ્રભાવ અઝહરુદ્દીન ના પ્રદર્શન પર પડ્યો. અઝહરે પણ મેચ કરતા વધારે રૂચી પોતાની લેડીમાં બતાવી. આ બંનેના લગ્ન ૧૪ વર્ષ સુધી ચાલ્યા. ત્યારબાદ તેમના છુટાછેડા થયા. આ જોડી ઘણી ફેમસ જોડીમાંથી એક છે. આ જોડીએ મીડિયામાં પોતાના રિલેશનશિપ નો સ્વીકાર કર્યો હતો.