સામગ્રી
* ૧ ટીસ્પૂન ઓઈલ,
* ૧/૪ કપ સમારેલ ડુંગળી,
* ૨ તેજપાન,
* ૧/૪ કપ સમારેલ ફ્રેંચ બીન્સ,
* ૧/૪ કપ ટુકડા કરેલ ગાજર,
* ૧/૪ કપ ટુકડા કરેલ બટાટા,
* ૧/૪ કપ ટુકડા કરેલ ફ્લાવર,
* ૪ કપ પાણી,
* ૩/૪ કપ ખમણેલી કોબીજ,
* ૧/૪ કપ બાફેલ અને છાલ ઉતારેલ ટામેટાંના ટુકડા,
* ૧ કપ બાફેલ વટાણા,
* ૧ વેજીટેરીયન સીઝ્નીંગ ક્યુબ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ ટીસ્પૂન ચપટી મરીનો ભુક્કો.
રીત
આ રેસિપી બનાવવા માટે એક ડીપ નોનસ્ટીક પેનમાં ઓઈલ, સમારેલ ડુંગળી અને તેજપાન નાખીને એક મિનીટ સુધી સૌતે કરવું. બાદમાં આમાં સમારેલ ફ્રેંચ બીન્સ, ટુકડા કરેલ ગાજર, ટુકડા કરેલ બટાટા અને ટુકડા કરેલ ફ્લાવર નાખી ત્રણ મિનીટ સુધી કુક થવા દેવું.
હવે આમાં પાણી નાખી આને ૨૦ મિનીટ સુધી કુક થવા દેવું. જયારે આ ઉકળવા લાગે ત્યારે આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
પછી આમાં ખમણેલી કોબીજ, બાફેલ અને છાલ ઉતારેલ ટામેટાંના ટુકડા, બાફેલ વટાણા, વેજીટેરીયન સીઝ્નીંગ ક્યુબ, સ્વાદાનુસાર મીઠું અને ચપટી મરીનો ભુક્કો નાખી બરાબર મિક્સ કરીને ત્રણ થી ચારેક મિનીટ સુધી કુક થવા દેવું.
હવે આને ગરમાગરમ સર્વ કરો.