ગુલમર્ગ જમ્મુ કાશ્મીરનું એક સુંદર એવું હિલ સ્ટેશન છે. પોતાની સુંદરતાને કારણે આને ઘરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. ગુલમર્ગ નો અર્થ થાય છે ‘ફૂલોની વાડી’. ગુલમર્ગ ફૂલો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ દેશના પ્રમુખ સ્થળો માંથી એક છે.
શિયાળામાં તમે ગુલમર્ગ માં ફરવા જઈ શકો છો. જોકે, બોવ વધારે ફરક નથી પડતો કે તમે ઠંડીમાં જાવ કે ગરમીમાં. બારેમાસ અહી ઠંડી જ હોય છે, પણ શિયાળામાં થોડી વધારે હોઈ છે. આ જમ્મુ કાશ્મીરના બારામુલા જીલ્લામાં સ્થિત છે.
ગુલમર્ગ સમુદ્રતળ થી ૨૭૩૦ મીટરની ઉંચાઈ એ સ્થિત છે. ગુલમર્ગ ફક્ત પહાડોનું જ શહેર છે. અહી વિશ્વનો સૌથી મોટો ‘ગોલ્ફ કોર્સ’ અને દેશનો પ્રમુખ ‘સ્કી રીઝોર્ટ’ છે.
અહી વિદેશી લોકો પણ વેકેશન ગાળવા આવે છે. ભારતના સુંદર હિલસ્ટેશન માંથી ગુલમર્ગ એક છે. અહી ૧૯૦૪માં ગોલ્ફ કોર્સની સ્થાપના કરવામાં આવી હતી. શિયાળામાં તમને અહી ચારેકોર બરફની ચાદરમાં વીંટળાયેલ પહાડો જોવા મળશે. આ સિવાય અહી ઠંડીમાં બરફ વર્ષા પણ થાય છે.
લોકો અહી ટ્રેકિંગની મજા માણી શકે છે. પર્યટકોને અહી જોવા માટે ‘ખીલન માર્ગ’ છે, જે અહી સૌથી વધુ પોપ્યુલર છે. અહી જતા તમને નઝારો ફિલ્મી દુનિયા જેવા લાગશે જેમાં તમારી આસપાસ બરફથી લપેટાયેલ ધોળા દૂધ જેવા પહાડો અને કલરફૂલ ફૂલો જોવા મળશે.
તમે ગરમી માં તો અહી જઈશ જ શકો છો પરંતુ ઠંડીમાં પણ જઈ શકો છો. ગુલમર્ગ થી થોડા દુરના અંતરે ‘બાબા રેશી’ નામની એક દરગાહ છે, જ્યાં પણ હઝારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મન્નત માંગવા જાય છે.
ગુલમર્ગમાં જોવાલાયક ગોંડોલા, કોંગ ડેરી, ખીલનમાર્ગ, ઝામેલ તળાવો, નાગિન ખીણ, મહારાણી મંદિર, ખીલનમાર્ગ, તંગમાર્ગ, ગુલમર્ગ બાયોસ્ફીયર રીઝર્વ, વેરીનાગ, સ્ટ્રોબેરી ખીણ અને શાર્ક ફિલ વગેરે જેવા સ્થળો ચોક્કસ જોવા.
જે લોકો એડવેન્ચર ના શોખીન હોય તેમના માટે અહી સ્કીઈંગ, સ્લેજિંગ, હોર્સ રાઈડીંગ અને ટ્રેકિંગ જેવી રમતો છે.