વિદ્યુત જામવાલ સ્ટારર ફિલ્મ ‘કમાંડો-2’ નું ટીઝર છે એક્શનથી ભરપૂર

1480818544191-Vidyut-Jamwal-and-Adah-Sharma-starrer-Commando-2release-postponed-to-March

વર્ષ ૨૦૧૩માં વિદ્યુત જામવાલે સિનેમા જગતમાં કમાંડો બનીને એન્ટ્રી લીધી હતી. ‘કમાંડો-2’ પણ પહેલા રીલીઝ થઇ ચૂકેલ ‘કમાંડો’ ની જેમ જ એક્શન સીન થી ભરપૂર છે.

આ એક્શન ફિલ્મમાં વિદ્યુતની સાથે ફીમેલ એક્ટ્રેસ તરીકે અદા શર્મા અને ઈશા ગુપ્તા બંને લીડ રોલમાં જોવા મળશે. ‘કમાંડો-2’ ની ખાસવાત એ છે કે આને ડાયરેક્ટર દેવેન ભોજાણી બનાવી રહ્યા છે.

ફિલ્મ નિર્માતા ઘોષણા કરી ચુક્યા છે કે તેઓ પોતાની ‘કમાંડો-2’ ને ત્રણ ભાષામાં બનાવશે એટલે કે હિન્દી, તમિલ અને તેલુગુ. ફિલ્મના ટીઝરમાં વિધ્યુતે ઘમાકેદાર એકશન સીન અને જોરદાર સ્ટંટ  કર્યા હોવાથી અત્યારેથી જ ફિલ્મ જોવાનો દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે.

આ ફિલ્મ ૩ માર્ચ ૨૦૧૭ ના રોજ સિનેમાઘરો માં દસ્તક આપશે. ‘કમાંડો-2’ બ્લેકમની અને કરપ્શન પર આધારિત છે. એક્શન સીન ના શોખીલ લોકોને આ ફિલ્મ ચોક્કસ ગમશે. તો તમે પણ જુઓ આનું ટીઝર….

Comments

comments


5,241 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 6