જ્યારે ફરવાની વાત આવે છે ત્યારે આપણે એવી જગ્યા પસંદ કરીએ છીએ જેને આપણે ક્યારેય જોઇ ન હોય. એવી જગ્યાનો આનંદ માણવાની મજા આવે છે જ્યાંથી ફરીને રિલેક્સ થવાની સાથે સાથે કંઇક નવું જાણવા પણ મળે. ભારતમાં અને અન્ય સ્થળોએ એવા અનેક પ્રદેશો અને ફરવાલાયક સ્થળો છે જ્યાં વિઝિબલ લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ જરા વિચારો, જો તમે એવા સ્થળોની મુલાકાત લઈ શકો જ્યાં રાત્રિના સમયે આપમેળે જ કુદરતી લાઇટિંગનો નજરો જોવા મળી જાય તો! આ એવા પ્રદેશો છે જ્યાં આકાશમાં ચમકતી રોશની એટલી બધી કલરફૂલ હોય છે કે તમને લાગશે કે આ સ્વર્ગસમાન સ્થળો છે. જ્યાં રાતો કાળી નહીં પણ કલરફૂલ હોય છે. આજે અહીં વિશ્વના એવા સ્થળો અંગે, જ્યાં રાતનો નજરો રંગીન હોય છે.
શું છે કારણ?
વાસ્તવમાં નોર્ધન લાઇટ્સ નેચરનું જ કામ છે, જે ધરતીના ગેસ પાર્ટિકલ્સ અને સૂર્યના એટમોસ્ફિયરમાં રહેલા પાર્ટિકર્લ્સની વચ્ચે ટકરાવ પેદા કરે છે. કલરમાં જે વેરિયેશન હોય છે તે એવા ગેસના પ્રકાર પર નિર્ભર કરે છે, જે પરસ્પર ટકરાઇ જાય છે. આ નેચરલ રંગોમાં સૌથી કોમન કલર પેચ યલોઇશ-ગ્રીન હોય છે, જે ધરતીથી 60 માઇલ ઉપર ઓક્સિજનના મોલેક્યૂલ્સથી પેદા થાય છે.
ટોમ્સો, નોર્વે
શહેરમાં જેવો રાતનો માહોલ સર્જાય છે, શહેરની વચ્ચે અત્યંત આશ્ચર્યજનક લાઇટ જોવા મળે છે. કંઇક આવો જ નજારો છે નોર્વેના શહેર ટોમ્સોનો, ટોમ્સોમાં તમે આ કલરફૂલ લાઇટશો જોઇ શકો છો. અહીં તમે શહેરની સુંદરતાની સાથે સાથે કલરફૂલ લાઇટમાં ફરવાનો પણ આનંદ લઇ શકો છો.
આઇસલેન્ડ
જો તમે યોગ્ય સમયે અહીં પહોંચી જાવ છો, તો તમારાં માટે અહીંનો નજારો અત્યંત રોમાંચક હશે. આઇસલેન્ડની નેચરલ લાઇટ જોવા માટે તમારે રેયક્વાજિકથી ત્રણ કલાકનું સફર કરવું પડશે. અહીં તમે રૂરલ એરિયાની કોઇ પણ હોટલમાં રોકાઇ શકો છો.
યુકોન, કેનેડા
કેનેડામાં જો તમે વિન્ટર વેકેશન સેલિબ્રેટ કરવાના મૂડમાં છો, તો તમારાં માટે આ એક ખાસ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે. ગ્રીન, યલો, મજેન્ટા અને બ્લૂ કલર મિક્સ લાઇટને તમે તમારાં રૂમની બારીમાંથી જોઇ શકો છો. અહીંની લાઇટની મજા માણવા માટે તમે કોઇ નજીકની હોટલમાં રોકાઇ શકો છો અને રાતના અંધારાની મજા ઉઠાવી શકો છો.
સારીસેલ્કા, ફિનલેન્ડ
શું તમે જાણો છો કે, ફિનલેન્ડના કેટલાંક વિસ્તારોમાં એવી રાત હોય છે, જ્યાં તમે નોર્ધન લાઇટ્સ જોઇ શકો છો. સારીલેસ્કા પણ એવું જ એક ગામ છે જ્યાં વિન્ટરના સમયે તમે અહીંની લાઇટનો આનંદ ઉઠાવી શકો છો.
નોર્ધન સ્કોટલેન્ડ, યુકે
યુકેનું સ્કોટલેન્ડ અત્યંત શાંત અને સુંદર એરિયા છે, અહીં સુંદર લાઇટના નજારાઓ જોવા માટે તમારે એબર્ડીનશાયર, ઉત્તર હાઇલેન્ડ્સ, ઓર્કનેય અને શેટલેન્ડ જવું પડશે. સ્વિડન અને ફિનલેન્ડમાં તમે વિન્ટરના સમયમાં લાઇટ જોઇ શકો છો. અહીં તમને રોકાણ માટે હોટલ અને રિસોર્ટ મળી જશે.
અબીસ્કો, સ્વીડન
સ્વીડનનું અબીસ્કો નોર્ધર્ન લાઇટ માટે સૌથી બેસ્ટ સ્થળ છે. આર્કિટક સર્કલથી 195 કિમી દૂર નોર્થની તરફ તમે જશો તો તમને લાઇટનો આશ્ચર્યનજક નજારો જોવા મળશે. અહીં તમે દિવસના સમયમાં સ્નો અને સ્કિઇંગનો આનંદ પણ લઇ શકો છો.
ઉત્તર પશ્ચિમ પ્રદેશ, કેનેડા
આ વિન્ટરમાં કંઇક અલગ જોવાનું મન છે તો તમે કેનેડાના ઉત્તર પશ્ચિમી પ્રદેશમાં જાવ, જ્યાં તમને રંગીન રાતો જોવાનો મોકો મળશે. આ સ્થળની રોશની જોવા માટે તમે ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ગમે તે સમયે જઇ શકો છો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર