‘ગર્લફ્રેન્ડ સાથે બાદમાં વાત કરી લે જે પહેલા બોલ ફેકી દે’ જી હાં, આ શબ્દ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના છે. જે પોતાના ખેલાડીઓને મેદાન પર મજાકના મુડમાં ઉપયોગ કરે છે. કેપ્ટન ધોની મેદાન પર માહોલને ગંભીર થવા દેતો નથી અને વિકેટ પાછળ હિન્દીમાં કોમેન્ટ કરી રવીન્દ્ર જાડેજા સહિત અન્ય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા રહે છે. તમને જણાવી દઇએ કે ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે.
વર્લ્ડકપ 2015માં અત્યાર સુધી રમાયેલ પોતાના પાંચ મુકાબલામાં જીત મેળવી છે. આ જીતનો શ્રેય કેપ્ટન ધોનીને આપવામાં આવે છે. ધોની ડ્રેસિંગ રૂમથી લઇ મેદાન સુધી માહોલને ફની બનાવી રાખે છે. Janvajevu.com કેપ્ટન ધોનીના કેટલાક રોચક અને ફની કોમેન્ટની જાણકારી આપી રહ્યું છે
સૌજન્ય
દિવ્ય ભાસ્કર