રાત્રે ગાર્ડન રેસ્ટોરન્ટમાં અમે જમવા ગયા. અમારી સામેના ટેબલ ઉપર એક કુટુંબના સભ્યો બેઠા હતા. દીકરો, દીકરાની પત્ની, દીકરાના મમ્મી, તથા બે દીકરીઓ જે હાઇસ્કુલમાં અભ્યાસ કરતી હશે.
થોડીવાર પછી વેઈટર એક મોટી કેક લાવી તેમના ટેબલ પર મૂકી ગયો. કેન્ડલ પ્રગટાવી કુટુંબીજનો ઉભા થઈ, તે માજીની પાસે ફૂંક મારવી. એક સાથે સૌ ‘હેપ્પી બર્થડે, બા’ બોલ્યા.
માજીને જમતી વખતે હાથ ધ્રુજતી હોવાથી તેમના પુત્રવધૂએ એપ્રન બાંધી આપ્યો જેથી કપડા ન બગડે.
તે માજી કોળીયો મો માં લઈ, ચાવતા હોય ત્યારે ડાભી બાજુથી ખોરાક બહાર આવી જતો હતો. ડાભી બાજુનો મોં નો પેરેલિસિસ કદાચ થયેલ હશે. પણ જેવો ખોરાક ગાલ ઉપર આવે કે તરત તેનો પુત્ર, નેપકીનથી સાફ કરી નાંખે.
માજીએ કહ્યું, ‘ભાઈ, હું તને ના પડતી હતી કે મને હોટેલમાં ન લઈ જા. મને જમતી વખતે તકલીફ પડે છે તે તો તને ખબર છે પરંતુ તું મને પરાણે લઇ આવ્યો છે. બસ હવે મેં જમી લીધું.
‘ના, બા, હજી તો શરૂઆત જ કરી છે. એમ ભૂખ્યા નથી રહેવાનું, તમે શાંતિથી જમો, આપણે જરા પણ ઉતાવળ નથી. દીકરાએ કહ્યું.
‘પણ, ભાઈ, મારા મોં માંથી ખોરાક બહાર નીકળે છે તે તું સાફ કરે છે તે બીજા બધા જુએ છે. તેથી મને શરમ થાય છે’ બાએ ચોખવટ કરી.
‘પણ બા, તમે શું કામ શરમાઓ છો. હું નાનો હતો ત્યારે બહાર જમવા જતા ત્યારે મારા મોંમાંથી પણ ખોરાક બહાર પડતો, મારો શર્ટ પણ બગડી જતો. ત્યારે તમે રૂમાલથી મારું મોં સાફ કરી દેતા, ત્યારે તમને ક્યાં શરમ આવતી હતી? તો બસ, હવે તમારું મોં હું સાફ કરું છુ તેમાં તમે શું કામ શરમાઓ છો?”દીકરાએ કહ્યું .
‘વાહ, સાવ સાચી વાત કહી, આ હાર્ટ-ટચિંગ વાત સાંભળનાર સૌ તાળી પાડવા લાગ્યા.
મોકલનાર વ્યક્તિ
Riteshsinh Rathod