નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન પ્રધાનમંત્રી હોવાની સાથે દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિમાંથી એક છે. TIME મેગેઝીન માં છપાયેલ ખબર મુજબ નરેન્દ્ર મોદી દુનિયાના પાંચ માં સૌથી તાકતવર વ્યક્તિ માંથી એક છે. જયારે નરેન્દ્ર મોદી ભાષણ કરે છે ત્યારે પોતાનું લચ્છાદાર ભાષણ એટલું બધું આકર્ષક હોય છે કે લોકો સાંભળતા જ રહી જાય છે.
વેલ, અમે તમને દુનિયાની ઘણી બધી મહાન હસ્તીઓના સુવિચારો સંભળાવ્યા છે. તેથી આજે આપણા વડાપ્રધાન ના સંભળાવશું, જેમાંથી તમે પ્રેરણા લઇ શકો છો.
* હું જાણું છુ અંધારું ખુબ છે પણ દીવો સળગાવવાની કોણ ના પાડે છે.
* આપણા પૂર્વજો સાંપ થી રમતા હતા અને આજે આપણે માઉસથી.
* હું એક એવું ભારત બનાવવા માંગું છુ, જ્યાં આવવા માટે અમેરિકન વિઝા લેવા માટે લાઈનમાં ઉભા રહે.
* રાજનીતિ માં કોઈ પૂર્ણવિરામ નથી હોતું.
* મારો સંઘર્ષ ‘ફાઈલ’ માં ‘લાઈફ’ લાવવાનો છે.
* ખુબ મહેનત કરવાથી ક્યારેય થાક નથી લાગતો, તે સંતોષ લાવે છે.
* અમારી જવાબદારી દેશને લઈને ચાલવાની નહિ પણ દેશના બધા લોકોને સાથે લઈને ચાલવાની છે.
* હું 07-10-2001 ના દિવસે C.M. નથી બન્યો. હું પહેલાથી જ C.M. છુ, આજે પણ C.M. જ છુ અને હંમેશા રહીશ. મારા માટે C.M.નો અર્થ ચીફ મિનિસ્ટર નહિ પણ કોમન મેન (સામાન્ય માણસ) થાય છે.
* કઈક બનવું છે, એવા સ્વપ્નો ન જુઓ. પરંતુ, કઈક કરીને બતાવવું છે, એવા સ્વપ્નો જુઓ.
* બધા લોકોમાં સારા અને ખરાબ એમ બંને ગુણો હોય છે. જે લોકો સારા ગુણો પર ઘ્યાન કેન્દ્રિત કરે છે તે જ જીવનમાં સફળતા મેળવે છે.
* મે ચા વહેચી છે પણ ક્યારેય પોતાનો દેશ નથી વહેચ્યો.
* અમે વાદાઓ નહિ ઈરાદાઓ લઈને આવ્યા છીએ.
* પોતાનું દિમાગ ક્યારેક મુશ્કેલી પેદા નથી કરતુ. પરંતુ, તે તો આપણા વિચારોને કારણે જ પેદા થાય છે.
* અમારો મંત્ર : બધાનો સાથ બધાનો વિકાસ.