જાણો ઉદ્યોગપતિઓ ના વિદેશી બેંક ના ખાતા વિષે

તાજેતરમાં એક અંગ્રેજી અખબારે કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતના દિગ્ગજ કોર્પોરેટ્સ અને રાજકારણીઓ વિદેશની એચએસબીસી બેન્કમાં ખાતુ ધરાવતા હતા. જે તે સમયે તેમના કેટલા રૂપિયા હતા તેની પર એક નજર નાખીએ. આ માહિતી એચએસબીસી અને ભારતીય આવકવેરા સત્તાવાળાઓની વચ્ચે થયેલી વાટાઘાટને પગલે બેન્ક દ્વારા જ આપવામાં આવી હતી.

મુકેશ અંબાણી અને અનિલ અંબાણી

Read what politicians billionaire  foreign bank accounts, balances, how much?

બેલેન્સ: 26.6 મિલીયન ડોલર (રૂ.164.92 કરોડ)

સૌથી શ્રીમંત એવા ભારતીય ઉદ્યોગપતિ કે જેમની અંગત સંપત્તિ 20 અબજ ડોલરની છે. તેમણે 2001માં એસએસબીસીમાં ખાતુ ખોલાવ્યુ હતું. સરેરાશ સંયુક્ત બેલેન્સ 2006-07માં રૂ. 26.6 કરોડ હતું. ડેટા દર્શાવે છે કે એકાઉન્ટ ફ્લેગ ટેલિકોમ ગ્રુપ લમિટેડ અને કેન્બાર હોલ્ડિંગ કોર્પોરેશનના નામે રજિસ્ટર થયેલું છે. વધુમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના નામે પણ 2007માં ખાતુ ખોલાવવામાં આવ્યું હતું જેમાં 103.8 (રૂ. 638.8 કરોડ) હતા. જ્યારે ભારે ભારત દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદ થઇ ત્યારે કંપનીએ એક નિવેદન જારી કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે તેમનું ખાતુ દરેક નિયમનોનું પાલન કરે છે અને તેના યોગ્ય ન્યાયક્ષેત્રમાં અને ભારતમાં તેની જાહેરાત કરવામાં આવી હતી.

ટિપ્પણી: આરઆઇએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આરઆઇએલ કે મુકેશ અંબાણી વિશ્વમાં કોઇ પણ સ્થળે ગેરકાયદે ખાતુ ધરાવતા નથી.”

અનિલ અંબાણી

બેલેન્સ: 26.6 મિલીયન ડોલર (Rs 164.92 કરોડ)

મુકેશ અંબાણીના નાના ભાઇ મુકેશ, અનિલ અંબાણીએ ભાગલા પડ્યા બાદ પરિવારના સામ્રાજ્યના ટેલિકોમ, પાવર, એન્ટરટેઇનમેન્ટ કંપનીઓની કમાન સંભાળી છે. તેમના પણ મુકેશની જેમ જ એચએસબીસીમાં 26.6 મિલીયન ડોલર ધરાવતા હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતમાં એકાઉન્ટ હોલ્ડર અનિલ અંબાણી જારી કરેલા નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે તેમને એચએસબીસી જિનેવામાં કોઇ ખાતુ નથી. ખાતુ ખોલવાના સ્ટેટમેન્ટ સાથે લગાવવામાં આવેલી બેન્ક્ર સ્ક્રિપ્ટ દર્શાવે છે એચએસબીસીએ પોતે ગ્રાહકનો 2005માં ખાતુ ખોલાવવા માટે સંપર્ક કર્યો હતો અને બે દિવસ બાદ ભંડોળ જમા કરાવવા માટે સંમતિ સધાઇ હતી. તેમની માતા કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી પણ બેન્કમાં ખાતુ ધરાવે છે પરંતુ તેની વિગતો પૂરી પાડવામાં આવી ન હતી.

ટિપ્પણી: અનિલ ઓફિસમાંથી જાણવા મળ્યું હતું કે અંબાણી એચએસબીસીની કોઇ પણ શાખામાં ખાતુ ધરાવતા નથી.”

નરેશ કુમાર ગોયલ

Read what politicians billionaire  foreign bank accounts, balances, how much?

બેલેન્સ: 18.7 મિલીયન ડોલર (રૂ. 116 કરોડ)

જેટ એરવેઝના ફાઉન્ડ ચેરમેન એવા નરેશ ગોયલે પણ 2003માં એસએસબીસીમાં ખાતુ ખોલાવ્યું હતું અને 2006-07માં તેમનું બેલેન્સ 18.7 મિલીયન ડોલર હતું. તેમણે ટેઇલવિન્ડ લિમીટેડના નામે પણ એક નવું ખાતુ ખોલાવ્યું હતું. સ્વીત્ઝરલેન્ડમાં ટેક્સ રુલીંગ બાબતે તેમણે જિનેવામાં બેન્કર સાથે એક બેઠક પણ કરી હતી અને એચએસબીસી જ બધુ સંભાળે તેવું તેઓ ઇચ્છતા હતા.

ટિપ્પણીઃ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “નરેશ ગોયલ NRI છે. તેઓ વિશ્વમાં કોઇ પણ સ્થળે કાયદેસરનું ખાતુ ધરાવી શકે છે. વધુમાં તેઓ ભારતમાં અને અન્ય દશોમાં કરને લગતા તમામ વિભાગોના આદેશોનું પાલન કરે છે.”

મહેશ તિકમચંદ થરાણી

બેલેન્સ: 40.61 મિલીયન ડોલર (રૂ. 251.7 કરોડ)

હોમ ડેકોરેશનની ચીજોના આ આયાતકાર પાસે 2006-07માં 40.61 મિલીયન ડોલરનું બેલેન્સ હતું. 2001માં જાકાર્તાથી ખાતુ ખોલાવ્યું હતું.

ટિપ્પણી: ટિપ્પણી માટે સંપર્ક થઇ શક્યો ન હતો.

આનંદ બર્મન

Read what politicians billionaire  foreign bank accounts, balances, how much?

બર્મન ફેમિલી

બેલેન્સ: 12.5 મિલીયન ડોલર (રૂ. 77.5 કરોડ)

ડેટા દર્શાવે છે કે ડાબર ફેમિલીના એચએસબીસીમાં 2006-07માં અનેક ખાતાઓ હતા. ડૉ. આનંદ ચંદ બર્મન અને તેમના પત્ની મીની બર્મનના 803,683 ડોલર હતા. ડિરેક્ટર સિદ્ધાર્થ બર્મનના સાત ખાતા હતા, જ્યારે પુત્ર સાકેત એક ખાતામાં જોઇન્ટ હોલ્ડર છે. સિદ્ધાર્થના ભાઇ પ્રદિપ બર્મનના આઠ ખાતા હતા, જેમાં 6.02 મિલીયન ડોલર હતા. રેકોર્ડમાં શાંતિ નિકેતન, નવી દિલ્હીનું સરનામુ છે.

ટિપ્પણી: આનંદ ચંદ બર્મને કહ્યું કે, “હું 1999થી NRI થું અને યુકેમાં કર ભરું છું. આ નાણાં રેમિટન્સ યોજના દ્વારા મોકલવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું સિદ્ધાર્થ બર્મનો સંપર્ક થઇ શકશે નહી કે તેઓ વિદેશમાં સારવાર લઇ રહ્યા હતા.

અન્નુ ટંડન

બેલેન્સ: 5.72 મિલીયન ડોલર (રૂ. 35.8 કરોડ)

ભૂતપૂર્વ કોંગ્રેસી સાંસદ ઉન્નાઇ અન્નુ ટંડન 2014માં લોકસભાની ચૂંટણી હારી ગયા હતા. તેણીએ ભૂતપૂર્વ ભારતીય રેવન્યુ સર્વિસ અધિકારી અને રિલાયન્સ સાથે વર્ષો સુધી કામ કરનાર સંદીપ ટંડન સાથે લગ્ન કર્યા હતા. તેમણે 2005માં ખાતુ ખોલાવ્યું હતું અને સંયુક્ત બેલેન્સ 5.72 મિલીયન ડોલર હતું. જેમાં તેમનું મુંબઇનું સરનામુ હતું.

ટિપ્પણી: જોકે અન્નુ ટંડને આ પ્રકારે કોઇ ખાતુ હોવાનો ઇનકાર કર્યો છે. કહ્યું કે “આ સાંભળીને મને દુઃખ થયું. મારા પતિ હવે નથી અને તેમણે કોઇ ખાતુ ખોલાવ્યું હોય તો મને કેવી રીતે ખબર પડે? આ તમામ આરોપો મને દુઃખ પહોંચાડે છે.”

અનુરાગ દાલમિયા

Read what politicians billionaire  foreign bank accounts, balances, how much?

બેલેન્સ: 9.6 મિલીયન ડોલર (રૂ. 59.5 કરોડ)

અનુરાગ દાલમિયાન દાલમિયા (બ્રધર્સ) પ્રા લિમીટેડના વાઇસ ચેરમેન છે. તેમની અગ્રણી કંપનીઓમાં જીએચસીએલ (ગુજરાત હેવી કેમિકલ્સ લિમીટેડ) અને જીટીસી (ગુજરાત ટોબેકો કંપની)નો સમાવેશ થાય છે. એચએસબીસીના ડેટા અનુસાર અનુરાઘના બેન્કમાં ચાર ખાતાઓ હતા. જે 2000માં ખોલાવવામાં આવ્યા હતા અને ચારેય ખાતાઓમાં 2006-07માં 9.6 મિલીયન ડોલર હતા. જોઇન્ટ એકાઉન્ટ હોલ્ડરમાં તેમની પત્ની જયંતિનું નામ છે અને સરનામુ છે નવી દિલ્હીના ટીસ જાન્યુઆરી માર્ગનું.

ટિપ્પણી: અનુરાગે કોઇ પણ કોલ અથવા મેસેજીસનો જવાબ આપ્યો ન હતો.

કુલદીપ સિંઘ ધીંગ્રા, ગુરપચન સિંઘ ધીંગ્રા

બેલેન્સઃ 4.14 મિલીયન ડોલર (રૂ. 25.6 કરોડ)

બર્જર પેઇન્ટના ચેરમેન કુલદીપ સિંઘ અને વાઇસ ચેરમેન ભાઇ ગુરબચન સિંઘ ધીંગ્રાનું નામ અત્યંત ધનાઢ્ય ભારતીયોની ફોર્બસની યાદીમાં 2014માં ચમક્યું હતું. તેમણે નોંધપાત્ર રકમ 2005માં ખાતુ ખોલાવ્યું હતું. તેમની વિદેશી કંપની યુકે પેઇન્ટસનું નામ પણ છે. 2006-07માં તેમનું સંયુક્ત બેલેન્સ 4.14 કરોડ ડોલર હતું.

ટિપ્પણીઃ કુલદીપ સિંહ ધીંગ્રાએ કહ્યું કે આ ખાતાની આરબીઆઇ અને વાણિજ્ય મંત્રાલય સમક્ષ જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેઓ હજુ પણ આવકે વેરા ખાતાની તપાસનો સામનો કરવાનો છે.

મનુ છાબરીયા

Read what politicians billionaire  foreign bank accounts, balances, how much?

મનુ છાબરીયા ફેમિલી

બેલેન્સઃ 141 મિલીયન ડોલર [રૂ. 874 કરોડ (ડોલરનો ભાવ રૂ. 62 તરોકે ગણતા)]

“ટેકઓવર ટાયકૂન” તરીકે જાણીતા મનુ છાબરીયા મોટે ભાગે દુબઇમાં જ રહે છે. તેમના પરિવારના કેટલાક સભ્યોએ 2006માં એચએસબીસી, જિનેવામાં ખાતુ ખોલાવ્યું હતું. તેમાં મનુ છાબરીયાના મૃત્યુ બાદ પત્ની વિદ્યા મનોહરનો તેમાં સમાવેશ થયો હતો. તેમની પુત્રી કોમલ વાઝીર હવે ભારતમાં અને શોવોલેસનું સંચાલન કરે છે અને કિરણે જંબોનો હલાવો સંભાળ્યો છે. 2006-07માં વિદ્યા છાબરીયાના નામે 39.25 મિલીયન ડોલર, કોમલ વાઝીર છાબરીયા અને તેના પતિ રાજીવ વાઝીરના નામે ચાર ખાતાઓમાં કુલ રૂ. 61.6 મિલીયન ડોલર અને કિરણ મનોહર છાબરીયાના નામે વધુમાં વધુ 40.15 મિલીયન ડોલર હતા.

ટિપ્પણી: કોમલ વાઝીરે કોલ્સ કે મેસેજીસનો જવાબ આપ્યો ન હતો.

શ્રવણ ગુપ્તા, શિલ્પી ગુપ્તા

બેલેન્સઃ 33 મિલીયન ડોલર (રૂ. 209.56 કરોડ)

રિયલ એસ્ટેટ કંપની એમાર એમજીએફને ઊભી કરનાર વ્યક્તિ, શ્રવણ ગુપ્તા અને તેમના પત્ની શિલ્પી ગુપ્તા એચએસીબીસી જિનેવામાં ત્રણ ખાતાઓ ધરાવે છે. તેમણે ખાતુ હોવાનું કબૂલ્યુ છે અને કર ભર્યો છે. શ્રવણ ગુપ્તા પાસે 2006-07માં 32.3 મિલીયન ડોલર બેલેન્સ હતું, જ્યારે તેમની પત્ની શિલ્પી ગુપ્તાના ખાતામાં 1.5 મિલીયન ડોલર હતા. હૈદરાબાદ કોન્વેન્શન સેન્ટર અને કોમનવેલ્થ ગેમ્સ વિલેજ એમાર ગ્રુપના જાણીતા પ્રોજેક્ટો છે.

ટિપ્પણી: શ્રવણ ગુપ્તાએ કોલ અને સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો.

સ્મિતા ઠાકરે

Read what politicians billionaire  foreign bank accounts, balances, how much?

સ્મિતા જયદેવ ઠાકરે

બેલેન્સ: 103.236 ડોલર (રૂ. 64 લાખ)

ફિલ્મ પોડ્યૂસર સ્મિતા જયદેવ ઠાકરે શિવસેનાના સુપ્રીમો સ્વ. બાલ ઠાકરેના પુત્રવધુ છે. બેન્ક રેકોર્ડઝ બતાવે છે કે તેમણે 2002માં મુંબઇથી એચએસબીસી જિનેવામાં ખાતુ ખોલાવ્યું હતું. તેમની જન્મતારીખ, પાસપોર્ટ નંબર પણ આપવામાં આવ્યા છે. તેમનો વ્યવસાય આઇએમપીપીએ (ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યૂસર્સ એસોસિયેશન) તે સમયના પ્રેસીડેટં તરીકે બતાવવામાં આવ્યો હતો. રેકોર્ડ અનુસાર 2006-07માં વધુમાં વધુ બેલેન્સ 103,236 ડોલર હતું.

ટિપ્પણીઃ તેમણે કોલ્સ કે સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો. સ્ટાફે કહ્યું તેણી તેમના પુત્રના લગ્નમાં વ્યસ્ત હતા.

સુભાષ વસંત સાઠે, ઇંદ્રાણી સાઠે

બેલેન્સ: 749,370 ડોલર (રૂ. 4.64 કરોડ)

ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન વસંત સાઠેના પુત્ર અને પુત્રવધુ ઓટોમોટીવ પાર્ટસ અને પ્લાસ્ટિક કોમ્પોનન્ટસનું ઉત્પાદન કરે છે. તેઓ સન વેક્યુમ પોર્મર્સ પ્રા. લિમીટેડ અને ટીઆરડબ્લ્યુ સનસ્ટિયરીંગ વ્હીલ્સ પ્રા. લિમીટેડમાં ડાયરેક્ટરો છે. તેમના સંયુક્ત ખાતામાં 2006-07માં 749,370 ડોલરનું બેલેન્સ હતું અને 2002માં ખાતુ ખોલાવવામાં આવ્યું હતું. બન્નેના સરનામા નવી દિલ્હી સ્થિતના છે.

ટિપ્પણી: સુભાષ સાઠેએ જણાવ્યું હતું કે તેમને ખાતાની જાણ નથી. તમને કદાચ વિગતોની ખબર હશે પરંતુ મને નથી, કર વિભાગમાંથી હજુ કોઇએ મારો સંપર્ક કર્યો નથી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,855 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 7