આપણા ગુજરાતમાં પણ એવા-એવા સુંદર બીચ છે, જે મહારાષ્ટ્રના ગોવાને પણ ટક્કર આપે. જોકે, ગોવામાં આલ્કોહોલ જોવા મળે પણ અહીના બીચમાં એવું નથી.
ભારતના દક્ષીણમાં આવેલ વલસાડ જીલ્લાના વલસાડ તાલુકાના દરિયાકિનારે આ પ્રસિદ્ધ પર્યટન સ્થળ આવેલ છે. સામાન્ય રીતે બધા દરિયાકિનારે લાલ રેતી હોય છે પણ અહી તમને કાળી રેતી જોવા મળશે.
તિથલના દરિયાકિનારાની સામે જ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાનું ‘સ્વામીનારાય ટેમ્પલ’ આવેલ છે. આ ઊપરાંત પ્રખ્યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ર ‘શાંતિનિકેતન સંકુલ’ આવેલું છે. માનસિક શાંતિ અને આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કરવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો અહીં આવે છે.
તિથલ જવા માટે રેલ્વે અથવા મોટરમાર્ગે વલસાડ પહોંચવું પડે છે. તિથલ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રહેવા તથા જમવાની સગવડ ઉપલબ્ધ છે. અરેબિયન સમુદ્રની સાથે જોડાયેલ આ કોસ્ટ (કિનારો) કાળી રેતી (Black Sand) વાળા સમુદ્ર તરીકે ઓળખાય છે.
તિથલ વલસાડ શહેરથી ૧0 કિમીના અંતરે આવેલ છે. અષાઢની પૂનમે દરિયામાં જોરદાર ભરતી આવે છે. સુરતના ડુમ્મસ અને વલસાડના તિથલ ખાતે ૩૫ ફુટ મોજા ઉછળી આવે છે. સરકારે આ બીચને ટૂરિઝમ બીચ બનાવવા માટે જરૂરિયાત અનુસારની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની યોજના બનાવી છે.
તિથલ બીચ ગુજરાતના શ્રેષ્ઠ માણવા લાયક સ્થળોમાનું એક સ્થળ છે. તેમજ સુરત ઉપરાંત સાપુતારા, દાંડી, દમણ અને ઉદવાડા જેવા અનેક જોવાલાયક સ્થળો પણ આ બીચની નજીક છે. અહી પ્રવાસીઓમાં ખાસ કરીને યંગસ્ટર્સ વધારે જોવા મળે છે.