જો કોઈને આમલેટ બનાવતા ન આવડે તો ખાતા તો આવડે જ ખરું ને? દુનિયાના મોટા મોટા નામચીન શેફે અત્યાર સુધી ઘણા ઈંડાનું આમલેટ બનાવ્યું હશે, જેમકે ૧૦,૧૫,૨૫ કે પછી ૧૦૦. પણ શું તમે ક્યારેય ૧૫ હઝાર ઈંડાનું આમલેટ બનાવતા જોયું છે? નહિ તો વાંચો આ પૂરો લેખ.
ફ્રાન્સનું દક્ષિણ શહેર બેસીયાર્ઝમાં સન્ડેના ઇસ્ટર પર થયેલ ઇવેન્ટમાં ‘જાયેન્ટ આમલેટ બ્રધરહુડ ઓફ બેસીયાર્ઝ ઓર્ગેનાઇઝેશન’ ના સદસ્યોએ 15,000 ઇંડાની મારફતે જાયન્ટ આમલેટ બનાવ્યું હતું. જયારે આ આમલેટને બનાવવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત હઝારો લોકો આને જોતા જ રહી ગયા.
આ વિશાળકાય આમલેટને બનાવવા માટે 15,000 ઇંડા, કેટલાક લીટર તેલ અને 100 કિલો માખણ લગાવામાં આવ્યું છે. આ આમલેટનું વજન 6.466 કિગ્રા છે.
આ ઉપરાંત અહી એક રોલિંગ સ્પર્ધા અને રિંગિંગ ઓફ ચર્ચ બેલ્સ સ્પર્ધા પણ આયોજીત થઇ હતી, જેમાં રિંગિંગ બેલ્સ કોમ્પિટિશનમાં લોકોના એક ગ્રુપને ચર્ચમાં જઈને ઘંડી વગાડવાની હતી.
આની પહેલા દુનિયામાં આવું વિશાળકાય આમલેટ કોઈએ બનાવ્યું નથી. પોતાના અનોખા ટેલેન્ટને કારણે આ રેકોર્ડને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં નોંધવામાં આવ્યો છે.